News of Monday, 3rd June 2024
વોર્ડ ઓફિસની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા દેવાંગ દેસાઇ

રાજકોટ તા.૩ : ફિલ્ડ વર્ક પર ભાર મૂકી રહેલા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈએ આજે રોજ રાજકોટ મહાનગરપાલિકાન વોર્ડ નં.૭ની વોર્ડ ઓફિસ અને વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસની મુલાકાત કરી વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નં.૭માં વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી નિહાળી તેમજ ડ્રેનેજ અને વોર્ડ ઓફિસ ખાતે ઓનલાઇન/ઓફલાઈન આવતી ફરિયાદોની માહિતી મેળવી હતી. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નં.૭ની ફાયર NOC અને BU સર્ટીફીકેટ ચકાસણીની ટીમ દ્વારા આજની કામગીરી કરવા અંગેની માહિતી પણ મેળવી હતી. જયારે વોર્ડ નં.૮ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશનરે સફાઈ કામગીરી સાથે જોડાયેલા સફાઈ કામદારો પાસેથી સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ સફાઈ અંગેના પ્લાનિંગની અને સફાઈ કામદારોના સેટ-અપની પણ માહિતી મેળવી હતી. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન વોર્ડ નં.૭ના વોર્ડ ઓફિસર કમલેશ ઠાકર અને વોર્ડ નં.૮ના એસ.આઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
(5:02 PM IST)










