<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શાપર-વેરાવળમા વાતાવરણમા અચાનક પલટો ભારે પવન સાથે ગાજવીજ વરસાદનુ આગમન

કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી

રાજકોટ : રાજકોટની ભાગોળે શાપર વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, મળતી વિગત મુજબ કોટડાસાંગાણી તાલુકામા અસહ્ય ગરમી બાદ શાપર-વેરાવળમા વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજે અચાનક વાતાવરણ મા પલટો આવ્યો હતો.

  શાપર વેરાવળમાં ભારે પવન ફૂંકાતા.વાતાવરણમા અચાનક પલટો આવતા કાળા દિબાન્ગ વાદળો નો ખડકલો જોવા મળતો હતો.બપોર બાદ  ભારે પવન સાથે વરસાદનુ આગમન થતા શહેરીજનોને ગરમીમા પણ થોડી રાહત મળી હતી

(8:27 PM IST)