તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
ચંદ્રેશનગરમાં રહેતાં મહેશભાઇ સરવૈયાનું બેભાન હાલતમાં મૃત્યુ
મગજનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત બગડી હતીઃ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: મવડી રોડ ફાયર બ્રિગેડ પાછળ ચંદ્રેશનગર-૩માં રહેતાં મહેશભાઇ ધીરૂભાઇ સરવૈયા (ઉ.વ.૪૦)ને ગઇકાલે ઘરેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મહેશભાઇને મગજમાં તકલીફ થઇ જતાં ૧૩/૫ના રોજ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. બેભાન થયા બાદ દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી સિનર્જીમાં ખસેડાયા હતાં. ગઇકાલે સિવિલમાં દાખલ કરાયા હતાં. આજે સવારે મૃત્યુ થયું હતું. મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. મવડી રોડ પર ડેલો રાખી ઘાંસચારો-લીલાનો ધંધો કરતાં હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાતે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(11:32 AM IST)










