તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
કણકોટ ખાતે રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રીનો પ્રારંભઃ સ્ટ્રોંગ રૂમના સીલ ખોલાયાઃ જબરો સુરક્ષા બંદોબસ્ત

રાજકોટ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજકોટ સંસદીય બેઠક માટે કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો, પોલીસના સઘન સુરક્ષા બંદોબસ્ત હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો, ઉમેદવારો વગેરેની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેક્ટરશ્રી ચેતન ગાંધી, ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો સર્વે શ્રી ડો. પળથ્વીરાજ (આઈ.એ.એસ.) અને શ્રી નરહરીસિંઘ બાંગર (આઈ.એ.એસ.) પોલીસ ઓબ્ઝર્વરશ્રી તરીકે શ્રી ચંદનકુમાર ઝા (આઈ.પી.એસ.) તથા ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમના સીલ ખોલવામાં આવ્યા હતા. અને બાદમાં દરેક કાઉન્ટીંગ હોલમાં વિધાનસભા વાઇઝ ઇવીએમ-વીવીપેટ લઇ જઇ મતગણત્રીનો પ્રારંભ કરાયો તે નજરે પડે છે, એ પહેલા સવારે પ વાગ્યે ઓબ્ઝર્વરની હાજરીમાં ૧ર૦૦ ના સ્ટાફનું રેન્ડેમાઇઝેશન કરાયું હતું.
(11:37 AM IST)










