તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
વ્યસનમુકિત માટે દાખલ થયેલા શાપરના યુવાનનો વિરનગરની હોસ્પિટલમાં ટીકડીઓ પી લઇ આપઘાત
પાંત્રીસ વર્ષના ગોપાલભાઇ ઉમરાણીયાએ બિમારીની વધુ દવા પી લીધીઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૪: શાપર વેરાવળ શિતળા મંદિર પાસે સર્વોદય સોસાયટીમાં રહેતાં ગોપાલભાઇ કાંતિલાલ ઉમરાણીયા (ઉ.વ.૩૫) નામના યુવાને વિરનગર શિવાનંદ હોસ્પિટલમાં પોતાની બિમારીની વધુ પડતી દવા પી લેતાં ત્યાં સારવાર અપાવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને તોૈફિકભાઇ જુણાચે આટકોટ પોલીસને જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ મૃત્યુ પામનાર ગોપાલભાઇ બે ભાઇમાં નાનો હતો. તેના છુટાછેડા થઇ ગયા હતાં. લુહારી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેને નશાની આદત પડી ગઇ હોઇ ગયા શનિવારે વિરનગરની શિવાનંદ હોસ્પિટલમાં વ્યસન મુકિત અભિયાન હેઠળ દાખલ કરાયો હતો. અહિ ગઇકાલે તેણે પોતાની મગજની બિમારીની દવા ચાલુ હતી તે તથા બીજી દવા વધુ પડતી પી લેતાં તબિયત બગડી હતી. સારવાર માટે રાજકોટ ખસેડાયેલ પણ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:47 AM IST)










