તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાજકોટમાં ૧૯૮૦ પછી સંસદમાં ૧૧ વખત પાટીદાર, ૧ વખત કોળી ઉમેદવારની જીત
માવાણી, વેકરિયા, કથીરિયા, લેઉવા પાટીદારઃ કુંડારિયા અને રૂપાલા કડવા પાટીદારઃ કુંવરજીભાઇ કોળી સમાજના

રાજકોટ,તા. ૪: લોકસભાની રાજકોટ બેઠક પર ૧૯૮૦માં ભાજપની સ્થાપના પછી ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થતો રહ્યો છે. છેલ્લા ૪૪ વર્ષમાં રાજકોટથી ૧૧ વખત પાટીદાર ઉમેદવાર ચૂંટાયા છે. અને ૧ વખત કોળી સમાજના ઉમેદવાર વિજેતા થયા છે.
રાજકોટમાંથી અત્યાર સુધીમાં લેઉવા પાટીદાર રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, શિવલાલભાઇ વેકરિયા, વલ્લભભાઇ કથીરિયા, મોહનભાઇ કુંડારિયા જીતેલા છે. કુંડારિયા સિવાઇના બાકીના ઉમેદવારો લેઉવા પટેલ છે.કુંવરજીભાઇ બાવળિયા કોળી સમાજના છે. આ વખતે ચૂંટાયેલા શ્રી પરસોતમ રૂપાલા કડવા પાટીદાર છે. રાજકોટની બેઠક રાજકીય દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં સૌથી મહતવની ગણાય છે. આ બેઠક પર લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને કોળી સમાજના મતદારો સૌથી વધુ છે.
(12:29 PM IST)










