<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુરુવારે રોહિણી નક્ષત્રમાં શનિ જયંતિ ઉત્તમ

વૈશાખ વદ અમાસને ગુરૂવાર તા.૬-૬-૨૦૨૪ ના દિવસે શનિ જયંતી છે. નવગ્રહમાં શનીદેવને કર્મના ફળદાતા ગણવામાં આવે છે. આથી શની જયંતી નું મહત્‍વ વધારે રહેલ છે.

શનીદેવ ની જન્‍મકથા : શનીગ્રહ ના પિતા સુર્ય છે અને માતા છાયા છે. શનીનો જન્‍મ સૌરાષ્‍ટ્રના હાથલા ગામે થયેલ તેમ માનવામાં આવે છે.

સુર્ય ભગવાનના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થયેલા તેનાથી તેમને મનુ અને યમ નામના પુત્રોની પ્રાપ્ત થયેલી તથા યમુના નામની કન્‍યાની પ્રાપ્ત થયેલી સુર્યદેવનું તેજ જોઈ અને પરેશાન થઈ તેનાથી બચવા સંજ્ઞા પોતાની છાયા સુર્યદેવ પાસે છોડી અને પોતાના પિતાના ઘરે જાય છે પરંતુ પિતા કહે છે કે દિકરી તો સાસરે જ શોભે આથી નારાજ થઈ અને સંજ્ઞા આથી નારાજ થઈ અને સંજ્ઞા ઘોડી નુ રૂપ લઈને તપ કરવા લાગે છે બીજી તરફ છાયા ગર્ભવતી થાય છે અને શની તથા ભદ્રાને જન્‍મ આપેછે જયારે શનિદેવ ગર્ભમાં હતા ત્‍યારે માતા છાયા એ ખોરાક પાણી લીધા વગર તપ કરેલુ અને શિવ પુજા કરેલી. આથી તેના અસર સ્‍વરૂપે શનીદેવનો રંગ કાળો પડી ગયેલ જયારે શની દેવનો જન્‍મ થાય છે ત્‍યારે પિતા સુર્યદેવ તેને પુત્ર તરીકે સ્‍વીકારવાની ના પાડે છે. આનાથી ગુસ્‍સે થઈ અને શનીદેવ તપ કરવા લાગે છે ત્‍યારે શનિદેવના તપ થી પ્રસન્ન થઈ અને શિવજી વરદાન આપે છે કે તારૂ સ્‍થાન નવગ્રહ મા રહેશે અને તારી પનોતીથી દેવતાઓ પણ કંપી ઉઠશે અને તુ કર્મોનો ફળ દાતા ગણાઈશ.

શની ગ્રહને એક રાશી ચંદ્ર પુર્ણ કરવા માટે ૩૦ વર્ષ લાગે છે. શની ગ્રહને ૩જી, ૭મી તથા ૧૦મી દૃષ્ટી છે.

શનીગ્રહની મોટી પનોતી તથા નાની પનોતી ગણાય છે. મોટી પનોતી જીવનમાં આશરે બેવાર આવે છે.

શનીગ્રહની પનોતી : અત્‍યારે શનીગ્રહની મોટી પનોતી ૩ રાશીને ચાલે છે.

મોટી પનોતીઃ (૧) મકર રાશી (ખ,જ) પગેથી પસાર થાય છે સોનાના પાયે ચિંતા કરાવે. (૨)કુંભ રાશી (ગ,શ,સ.) છાતીએથી પસાર થાય, ત્રાંબાનો પાયો લક્ષ્મીદાયક (૩)મીન રાશી (દ,ચ,ઝ,ન) માથેથી પસાર થાય રૂપાને પાયે લાભદાયક છે.

નાની પનોતી : (૧) કર્ક રાશી(ડ, હ) રૂપાને પાયે લક્ષ્મીદાયક (૨) વળશ્વિક રાશી (ન, ય) નાની પનોતી સોનાના પાયે ચિંતાદાયક ગણાય. નાની મોટી પનોતીની રાશી વાળા જાતકોએ શની જયંતીના દિવસે શનીદેવની ઉપાસના પુજા કરવાથી પનોતીમાં રાહ મળશે. શની જયંતીના દિવસે શનિદેવની પુજા.

આમ તો શનીદેવની પુજા વહેલી સવારે અથવા સાંજના દિવસ અથમ્‍યા પછી વધારે શુભ રહે છે પરંતુ ગુરૂવારે શની જયંતીના દિવસે આખો દિવસ શનિદેવની પુજા કરવી શુભ ફળ આપનાર બનશે. સૌ પ્રથમ તાાન કરી અને નિત્‍યકર્મ તથા પુજા કરી શનીદેવના મંદિરે જવું. શનિદેવ પાસે તેલનો દિવો કરવો, અગરબતી કરવી ત્‍યાર બાદ શનિદેવ ને તેલ ચડાવવું, અળદના દાણા ચડાવવા, ધુપ દીપ અર્પણ કરવા, નૈવૈદ્યમાં અળદની વાનગી ધરાવી, કાળી દ્રાક્ષ પણ ધરી શકાય. આરતી કરવી.

આ પુજા કરતા સમયે ૐ શં શનૈヘુરાય નમઃ મંત્ર ના જપ બોલતા રહેવા, પુજા પુર્ણ થયે આ મંત્રની માળા કરી શકાય છે. આ દિવસે દશરથકળત શનીસત્રોતના પાઠ કરવા ઉત્તમ ફળ આપનાર , બનશે. જો આપના ગામ મા શનીદેવ નુ મંદિર ન હોય તો આ દિવસે હનુમાનજીની ઉપાસના - પુજા કરી શકાય છે.

શનિદેવે હનુમાનજીને વચન આપેલુ કે જે લોકો હનુમાનજીની પુજા ઉપાસના કરશે તેને હું નડીશ નહી. આથી આ દિવસે હનુમાનજીની પુજા પણ સાથે કરવી જોઈએ.

દાન :  ખાસ કરીને શની  જયંતીના દિવસે દાન કરવું પણ ન ઉત્તમ ફળ આપનાર બને છે આ દિવસે કાળો ધાબળો, કાળુ અથવા બ્‍લુ વષા, સ્‍ટીલનું વાસણ, અળદ, પગરખા, કાળી છત્રી,તેલનું દાન કરવું જીવનમાં શાંતી મળશે.જે લોકોની જન્‍મકુંડળીમાં શની ચંદ્ર નો વિષયોગ હોય,  શ્રાપિત દોષ હોય, સુર્ય  શની નો વિષયોગ હોય, શનિ મંગળનો અંગારક યોગ હોય, આ બધા અશુભ યોગમાંથી કોઈપણ એક યોગ હોય તો પણ શની જયંતીના દિવસે ઉપવાસ રહેવો. શનીદેવની પુજા કરવી, હનુમાનજીની પુજા કરવી રાહત મળશે.

શની જયંતીના દિવસે - શનીદેવ તથા હનુમાનજીની પુજા કરવાથી બીમારીમાંથી મુક્‍તિ મળે છે. દેવું હળવું થાય છે, નોકરી ધંધા જીવનની - મુસીબતો દુર થાય છે.

પુરાણ ના આધારે જોઈએ તો રાજા વિક્રમાદિત્‍યને પણ શનીની પનોતી આવવા થી રાજગાદી છોડવી પડેલ, નળરાજાનું પતન થયેલ. રામ ભગવાને વનવાસ ભોગવેલો તથા રાવણ ઉપર શનીની દૃષ્ટી પડતા લંકાનો વિનાશ થયેલ, રાજા હરીચંદ્રનોસ્ત્રી પુત્ર રાજપાટ વિયોગ થયેલ.

શની ગ્રહનો બીજ મંત્રી ૐ - ખાં ખીં ખોં સ :શનૈશ્વરાય નમઃ

શાષાી રાજદીપ જોષી (વેદાંત રત્‍ન)

(5:31 PM IST)