<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ઓપન કરાઓકે સિંગિંગ કોમ્‍પીટીશનનો કાલે ગ્રાન્‍ડ ફિનાલેઃ ર૧ સ્‍પર્ધકો ભાગ લેશે

રાજકોટઃ હેમુ ગઢવી હોલ ખાતે આવતી કાલે તા. પ બુધવારે રાત્રે ૮-૩૦ વાગ્‍યાથી સંગમ કરાઓકે સ્‍ટુડિયો રાજકોટ શ્રી જયપાલસિંહ જાડેજા પ્રસ્‍તુત ઓપન કરાઓકે સિગિંંગ કોમ્‍પિટિશનનો ગ્રાન્‍ડ ફિનાલે યોજાશે. આ સ્‍પર્ધામાં ર૦૦ થી વધુ સ્‍પર્ધકે ભાગ લીધો હતો, તેમાંથી ર૧ સ્‍પર્ધક સિલેકટ થયાં છે. જે સ્‍પર્ધક વિનર થશે તેમને રોકડા શિલ્‍ડ સર્ટિફિકેટથી સન્‍માનિત કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી પ્રતિમા ચૌહાણ (દિલ્‍હી) કરશે. અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં શ્રી એ. જે. ત્રિવેદી તેમજ ભરતભાઇ શુકલ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:01 PM IST)