<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુર્જર સુતર પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા સભ્‍ય પરિવારના સંતાનોને વિનામૂલ્‍યે પુસ્‍તક નોટબુક વિતરણ

રાજકોટ શહેરમાં આવેલ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને અવારનવાર ગુર્જર સુતાર જ્ઞાતિના જ્ઞાતિજનો માટે તથા પ્રગતિ મંડળના સભ્‍ય પરીવાર માટે બ્‍લડ કેમ્‍પ, મેડીકલ સહાય, ગરીબ પરીવારને સહાય તથા ગૌસેવા અને પક્ષીઓના ચણની સેવા વિગેરે અનેક સેવાકિય પ્રવૃતિઓ કરી રહેલ છે. આ વર્ષથી પ્રગતિ મંડળના સભ્‍ય પરીવારના અભ્‍યાસ કરી રહેલ સંતાનો માટે વિના મુલ્‍યે પાઠય પુસ્‍તકો તથા ફુલ સ્‍કેપ નોટબુક અને હોશીયાર અને જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ આપવાનુ પ્રગતિ મંડળની ટ્રસ્‍ટી મંડળ અને કારોબારી સમીતીએ નકકી કરેલ છે તાજેતરમાં પ્રગતિ મંડળના સભ્‍ય પરિવારના ધોરણ ૧ થી ધોરણ ૧૦ માં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને વિનામુલ્‍ય પાઠય પુસ્‍તક તથા ફુલ સ્‍કેપ નોટબુક વિતરણ દાતાશ્રીઓના સહયોગથી આ શૈક્ષણીક સહાયની શુભ શરૂઆત સંસ્‍થાના સભ્‍ય અને દાતાશ્રી યોગીનભાઈ છનીયારા, તથા દાતા કલ્‍યાણ હાર્ડવેરવાળા મેહુલભાઈ અને સંસ્‍થાના અધ્‍યક્ષ અરવિંદભાઈ ગજજર, ઉપાધ્‍યક્ષ  મથુરભાઈ પાટણવાડીયા તથા પ્રમુખ રમણીકભાઈ પાટણવાડીયાએ વિશ્વકર્મા દાદાને દિપ પ્રાગટય અને તેમના આશીર્વાદથી કરવામાં આવેલ. તેમજ ધોરણ ૧૧ થી આગળ અભ્‍યાસ કરતા દરેક સભ્‍ય પરિવારના સંતાનોને વિના મુલ્‍યે ફુલ સ્‍કેપ નોટબુક તથા પાઠય પુસ્‍તકો માટે રોકડ સહાય પણ આપવાની શુભ શરૂઆત કરવામાં આવેલ. આ શૈક્ષણીક ઉમદા કાર્ય અંગે સંસ્‍થાના અધ્‍યક્ષ અરવિંદભાઈ ગજજર, ઉપાધ્‍યક્ષ મથુરભાઈ પાટણવાડીયા, પ્રમુખ રમણીકભાઈ પાટણવાડીયાની આગેવાનીમાં ટ્રસ્‍ટી જગદીશભાઈ સોડાગર, ગોરધનભાઈ ચાપાનેરા તથા સંસ્‍થાના ઉપ પ્રમુખ વિનોદભાઈ ધારૈયા, મંત્રીશ્રી શૈલેષભાઈ માંડવીયા, ખજાનચી શ્રી વિમલભાઈ સોંડાગર, તથા કાર્યવાહક સમીતીના સભ્‍યો પ્રફુલભાઈ કરશાળા, રમેશભાઈ સોનીગરા, નીતીનભાઈ બકરાણીયા, મુકેશભાઈ ઉછડીયા, નલીનભાઈ ગંગાજળીયા, વિનોદભાઈ ધારૈયા,તથા સેવાભાવી કાર્યકર્તાઓ રમેશભાઈ પાટણાવાડીયા, વિજયભાઈ સાપરા, દિપકભાઈ ચંદવાણીયા, મિત સોંડાગર, રાજ માંડવીયા, કુ. અર્ચના બકરાણીયાનો સહયોગ મળેલ છે. તસ્‍વીરમાં પુસ્‍તકનો નોટબુક વિતરણનો લાભ લેતા વિદ્યાર્થી ભાઇ-બહેનો નજરે પડે છે.

(5:05 PM IST)