<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ગુરૂવારે શ્‍યામ મંદિરે રાહત દરે રૂા.૨૫૦માં ૧૧ નંગ ચોપડાનો સેટઃ છાશનું વિતરણ પણ કરાશે

રાજકોટઃ શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્રારા તા. ૦૬ ને ગુરૂવારે શ્‍યામ મંદિર (રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી) ખાતે સવારે ૭ થી સ્‍ટોક સીમીત સુધી સેવાનાં ભાગ રૂપે સર્વજ્ઞાતી માટે રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. રૂા.૨૫૦માં ૧૧ નંગ ચોપડા અપાશે, બે સેટ લેનારને હેન્‍ડ બેગ ફ્રી અપાશે. અસહય તાપને પગલે છાશ વિતરણ પણ કરવામાં આવશે. રાહતદરે કુલ ૨૫ હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવશે.શકાય છે. સમગ્ર આયોજન માટે ટ્રસ્‍ટનાં પ્રમુખ નિલેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ જતીનભાઈ મારૂ, મંત્રી કિશોરભાઇ ચોટલીયા, ખજાનચી રિતેશભાઈ ટાંક, સહમંત્રી સંદીપભાઈ મકવાણા, તેમજ કારોબારી સભ્‍યો મનોજભાઈ રાઠોડ, વિજયભાઈ રાઠોડ, વિપુલભાઇ ટાંક, હિતેષભાઇ ભાલીયા, કે.જે. ચાવડા, રાકેશભાઈ પરમાર, રાકેશભાઇ ટાંક, નિખીલભાઇ ટાંક, કિશનભાઈ સોલંકી, નરેન્‍દ્રભાઇ જેઠવા, ધર્મેન્‍દ્રભાઇ રાઠોડ, નીલેષભાઇ ચોટલીયા, કમલેશભાઇ વરૂ, જીતેન્‍દ્રભાઇ ચાવડા, ધવલભાઈ રાઠોડ, જયભાઇ સોલંકી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે

(3:05 PM IST)