<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવામાં ગુજરાત અગ્રેસરઃ નરેન્‍દ્રભાઇ સોલંકી

સમગ્ર ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપનું વાવાઝોડું: ભાર્ગવ સોલંકી

રાજકોટ તા. ૪: સમગ્ર રાષ્‍ટ્રની અંદર છેલ્લા બે મહિનાથી લોકશાહીનું મહાપર્વ એટલે કે સમગ્ર દેશની અંદર લોકસભાની ચુંટણીઓ સાત તબક્કામાં યોજવામાં આવેલ હતી. જેમાં એન.ડી.એ. સરકાર દ્વારા નરેન્‍દ્રભાઇ મોદીના તેમજ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર સંગઠન અને સતાના લોકો દ્વારા ચુંટણીઓની જબરજસ્‍ત તૈયારીઓ ચાલી રહી હતી. સમગ્ર દેશની અંદર દરેક જગ્‍યાએ પ૪ર સીટો ઉપર મત ગણતરી થઇ રહી છે. જેના રૂજાનો પણ સમગ્ર દેશભરના મીડીયા દ્વારા દેખાડવામાં આવી રહ્યા છે. ત્‍યારે સમગ્ર દેશની અંદર એન.ડી.એ.ની સ્‍પષ્‍ટ બહુમતીથી સાથે એન.ડી.એ. સરકાર પુનઃ સરકાર બનાવી રહી છે. ત્‍યારે સમગ્ર રાષ્‍ટ્રની અંદર એન.ડી.એ.ના ઉમેદવારો ખુબજ સારી લીડ સાથે જીતી રહયા છે. તેમ નરેન્‍દ્રભાઇ સોલંકી અને ભાર્ગવ સોલંકીએ જણાવ્‍યું છે.

સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર હાલના રૂઝાન પ્રમાણે ર૬ માંથી રપ સીટો ખુબજ સારી લીડથી જીતી રહ્યા છીએ અને એન.ડી.એ.ના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવામાં સમગ્ર ગુજરાતનો ખુબજ મોટા પ્રમાણમાં હિસ્‍સો રહ્યો છે. સમગ્ર ગુજરાત એટલે નરેન્‍દ્રભાઇ મોદી અને હાલના ગૃહ પ્રધાન અમીતભાઇ શાહનું ગઢ કહેવાય છે. બન્‍નેની રાજકીય ઉન્‍નતી ગુજરાતની અંદરથી થઇ અને આજે સમગ્ર રાષ્‍ટ્ર તેમજ વર્લ્‍ડના મોટા ભાગના દેશોમાં પણ તેઓની ચાહના છે અને આવતા પાંચ વર્ષમાં પણ પુનઃ સમગ્ર રાષ્‍ટ્રને સમગ્ર વર્લ્‍ડની ઉંચાઇઓ સર કરવામાં ખુબજ ઉપયોગી થશે.

જનતાએ નરેન્‍દ્રભાઇ સોલંકી અને ભાર્ગવ સોલંકી દવારા આભાર વ્‍યકત કરવામાં આવેલ.

(5:35 PM IST)