<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાજકોટમાં છેલ્લા ૪૪ વર્ષમાં ૯ વખત ભાજપ અને ૩ વખત કોંગ્રેસનો વિજય

૧૯૮૦માં રામજીભાઇ માવાણી, ૧૯૮૪માં રમાબેન માવાણી અને ૨૦૦૯માં કુંવરજીભાઇ બાવળિયા, કોંગ્રેસમાંથી જીતેલા, આ ત્રણેય પૂર્વ સાંસદો હાલ ભાજપમાં છે : ૧૯૮૯ અને ૧૯૮૧માં ભાજપના શિવલાલ વેકરિયા, ૧૯૯૬, ૯૮.૯૯ અને ૨૦૦૪માં ડો.કથીરિયા, ૨૦૧૪ અને ૧૯માં મોહનભાઇ ચૂંટાયા હતાઃ ૨૦૨૪માં વિજયમાળા રૂપાલાના ગળામાં

રાજકોટ તા.૪ : લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે સામે આવી ગયુ છે. ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા જંગી બહુમતીથી વિજેતા થયા છે .રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે તે વધુ એક વખત સાબિત થયું છે. ૧૯૮૦ માં ભાજપની સ્‍થાપના થઈ પછી લોકસભાની નવ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા છે .રાજકીય ઇતિહાસ રસપ્રદ છે .

રાજકોટમાં ૧૯૮૦ માં રામજીભાઈ માવાણી અને ૧૯૮૪ માં રમાબેન માવાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા. ૧૯૮૯ અને ૧૯૯૧ માં ભાજપના  શિવલાલ વેકરીયા ૧૯૯૬ ૧૯૯૮ ૧૯૯૯ અને ૨૦૦૪માં ભાજપના ડો વલ્લભભાઈ કચેરીયા વિજેતા બન્‍યા હતા. ૨૦૦૯માં કોંગ્રેસે આ બેઠક ખૂંચવી લીધેલ તે વખતે કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા ચૂંટણી જીત્‍યા હતા. જોકે અત્‍યારે માવાણી દંપતિ અને બાવળિયા ભાજપમાં છે. ૨૦૧૪ અને ૨૦૧૯ માં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા વિજેતા બન્‍યા હતા. આ વખતે ૨૦૨૪ માં ફરી ભાજપના પરસોતમ રૂપાલા ની જીત થઈ છે.

(3:15 PM IST)