<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

ભાજપની જીત શાનદાર, હું રાજકોટ સાથે જોડાયેલો જ રહીશઃ મોહનભાઇ

મતદારોનો આભારઃ રૂપાલા અને કાર્યકરોને અભિનંદન

રાજકોટ,તા. ૪: ભાજપના સાંસદ તરીકે રાજકોટ બેઠક પરથી બે વખત ચૂંટાઇને હવે સાંસદ પદેથી નિવૃત થઇ રહેલા શ્રી મોહનભાઇ કુંડારિયાએ મતદારોનો આભાર માની કાર્યકરોને અભિનંદન આપ્‍યા છે.

શ્રી મોહનભાઇએ આજે રાજકોટના પરિણામ બાદ જણાવેલ કે મતદારોએ શ્રી પરસોતમભાઇ રૂપાલાને ભવ્‍ય જીત અપાવીને ભાજપ પ્રત્‍યેનો પોતાનો વિશ્વાસ વધુ એક વખત વ્‍યકત કર્યો છે. રાજકોટમાં કમળ ખીલવવા સખત મહેનત કરનારા તમામ કાર્યકરો તેમજ વિજેતા ઉમેદવાર અભિનંદનને પાત્ર છે. લોકોએ મારી કારકિર્દીમાં મને ૮ વખત જુદી જુદી ચૂંટણી જીતાડી છે.લગાતાર ૧૦ વર્ષ રાજકોટ મતક્ષેત્રમાં મને સંસદ સભ્‍ય તરીકે કામ કરવાની તક મળી તેને મારુ સૌભાગ્‍ય સમજુ છું. મોરબીમાં  મારું કાર્યાલય અવિરત ચાલુ રહેશે. રાજકોટના લોકોએ મને ખૂબ સ્‍નેહ આપ્‍યો છે. હું રાજકોટ સાથે કાયમ જોડાયેલો રહીશ.

(5:31 PM IST)