<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કેરીના જયુસ- શેકના ૧૦ નમુના લેવાયા

મનપાની ફુડ શાખા ત્રાટકી હેમુગઢવી હોઇ પાછળ હોકર્સ ઝોન તથા લક્ષ્મીનગર પુલથી રાજનગર ચોક, મોરબી રોડ હોકર્સ ઝોન અને જુના જકાતનાકા સામેના વિસ્‍તારના ખાણીપીણીના ૩૮ ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણીઃ ૧૮ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોન તથા લક્ષ્મીનગરના પુલ થી રાજનગર ચોક, મોરબી રોડ- હોકર્સ ઝોન તથા જૂના જકાતનાકા સામેના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૩૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં ભગવતી ચાઇનીઝ પંજાબી, ખોડિયાર ચાઇનીઝ પંજાબી, કટક બટક પૂરી શાક, જય ભવાની ઢોસા, કરીમ'સ એગ્‍ઝ સેન્‍ટર, ચામુંડા સ્‍ટીમ ઢોકળા, મોમાઈ ફરસાણ, કુળદેવી ચાઇનીઝ પંજાબી, જય ભગીરથ કચ્‍છી દાબેલી, ભોલેનાથ પાણીપૂરી, શિવ દાળપકવાન, બોમ્‍બે વડાપાઉં, દિલખુશ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, જય અંબે પૂરીશાક, અભી ફાસ્‍ટફૂડ, ગણેશ વડાપાઉં તથા મહાદેવ ફરસાણ -લાઇસન્‍સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

કેરીના રસના ૧૦ નમુના લેવાયા

ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કેરીના રસના કુલ ૧૦ નમુના લેવામાં આવેઃ- મેંગો જ્‍યુસ (લુઝ): શ્રી ન્‍યુ પટેલ ડેરી ફાર્મ, ક્રીસ્‍ટલ સિટી એપાર્ટમેન્‍ટ, ડિ-માર્ટ પાસે, કુવાડવા રોડ, મેંગો મિલ્‍ક શેક (લુઝ):જય ભોલે રસ (ભંડાર) કુવાડવા રોડ, મેંગો જ્‍યુસ (લુઝ)જય ભોલે રસ (ભંડાર) કુવાડવા રોડ, મેંગો મિલ્‍ક શેક (લુઝ)શ્રી નવરંગ ડેરી ફાર્મ, હૂડકો, કોઠારીયા રોડ, આશાપુરા મંદિર પાસે, મેંગો મિલ્‍ક શેક (લુઝ)શ્રી નવરંગ ડેરી ફાર્મ, શક્‍તિ કળપા, હરિધવા રોડ, મોમાઈ હોલ પાસે, મેંગો મિલ્‍ક શેક (લુઝ)ન્‍યુ વળંદાવન ડેરી ફાર્મ, વિરાટનગર મેઇન રોડ, મેંગો મિલ્‍ક શેક (લુઝ)આકાશ કેટરર્સ પ્રા. લી., પિપળીયા હોલ મેઇન રોડ, અટિકા, મેંગો મિલ્‍ક શેક (લુઝ):ખોડિયાર પ્રોવિઝન સ્‍ટોર, ગોવિંદનગર કોર્નર, કોઠારીયા મેઇન રોડ, મેંગો મિલ્‍ક શેક (લુઝ)બાપાસીતારામ ડેરી, હરિધવા મેઇન રોડ, તથા મેંગો મિલ્‍ક શેક (લુઝ)સ્‍થળ- કનૈયા ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ખાતેથી નમુના લેવાની કામગીરી કરાઇ હતી.

(4:20 PM IST)