તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 8th June 2024
ભગવતીપરા બ્રીજ પાસે ટ્રેનની વંદેભારત ટ્રેનની ઠોકરે રોહિત સોલંકીના માથાનો છૂંદોઃ કમકમાટી ભર્યુ મોત
ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો યુવાન ફાકી લેવા નીકળ્યો અને કાળ ભેટયો

રાજકોટ તા. ૮: ભગવતીપરા ઓવર બ્રીજ નીચે રાત્રીના અજાણ્યો યુવાન વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતાં માથુ છૂંદાઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ યુવાન ભગવતીપરામાં ભરડીયા પાસે ભારત પાનવાળી શેરીમાં રહેતાં રોહિત ભરતભાઇ સોલંકી (ઉ.વ.૨૧) હોવાનું ખુલ્યું હતું.
અજાણ્યો યુવાન વંદે ભારત ટ્રેનની ઠોકરે ચડી જતાં મોતને ભેટયો હોવાની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ એ. વી. બકુતરા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસ કરતાં આ યુવાન ભગવતીપરાનો રોહિત સોલંકી હોવાનું ખુલતાં તેના સગાને જાણ કરાઇ હતી. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા ઘણા સમય પહેલા લાપતા થઇ ગયા છે. પોતે માતા, ભાઇ, બહેન સાથે રહેતો હતો. રાતે ફાકી લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો. આધારસ્તંભ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(12:28 PM IST)










