<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

શહેરના શૌચાલયો સ્‍વચ્‍છ કરાયાઃ ઝુંબેશ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા. ૧ થી તા. ૧પ દરમ્‍યાન જનજાગૃતિ અભિયાન સ્‍વરૂપે સ્‍વચ્‍છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૭ના રાજકોટ શહેરમાં આવેલ જાહેર અને સામુદાયીક શૌચાલયોની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ ૧૪પ સફાઇ કામદાર મારફત સફાઇ ઝુંબેશ કરવામાં આવી હતી. ઉપરોકત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(3:36 PM IST)