News of Saturday, 8th June 2024
સાયબર ફ્રોડનો ભોગ બનનારા પાંચ અરજદારોના રૂ. ૧ લાખ પરત અપાવતી પોલીસ
એ ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એમ. વી. લુવા તથા ટીમની કામગીરી

રાજકોટ : શહેરના અલગ અલગ વિસ્તારમાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા લોકોની ફરીયાદોનું નિરાકરણ કરવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રીજેશ ઝાની સુચનાથી એ ડીવીઝન પોલીસે ટેકનીકલ એનાલીસીસ કરી સાયબર ફ્રોડનો ભોગ બનનારા પાંચ અરજદારોના રૂ. ૧,૦૪,૦૭૯ પરત અપાવ્યા હતા. જેમાં મીત મુકેશભાઇ આંબલીયાના રૂ. ૧૧,૦૦૦, સુનીલભાઇ જયંતીભાઇ ચૌહાણના રૂ. ૧૧, ૩૮૨, એકતા મહેન્દ્રભાઇ પોપટના રૂ. ૪,૯૩૯, મુસ્તફા સિરાઝભાઇ મુસાણી ના રૂ. ૩૮, હજાર અને પંકજભાઇ દેવદાનભાઇ કુભારવાડીયાના રૂ. ૩૬, ૮૧૬ મળી કુલ રૂ. ૧,૪, ૦૭૯ પરત અપાવ્યા હતા. આ કામગીરી પી.આઇ. આર.જી. બારોટ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. એમ.વી લુવા હેડ કોન્સ જયેન્દ્રસિંહ, કોન્સ અમીતભાઇ, અને મનીષભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:47 PM IST)










