<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

બજરંગ ગૃપ દ્વારા ચકલી ના માળા -કુંડા નું વિતરણ

બજરંગ ગૃપ અને અંકિત એસ્‍ટેટના સંચાલક દિલીપભાઇ સોમૈયાના આર્થિક સૌજન્‍યથી, સ્‍વ. પ્રભુદાસભાઇ ભવાનભાઇ સોમૈયાના પાવન સ્‍મૃતિમાં તાજેતરમાં સંસ્‍થાના મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે નિઃશુલ્‍ક ચકલીના લાકડાના, માટીના માળા, ચણ, ફીડર, વિ.નું વિતરણ સંસ્‍થાના કિશોરભાઇ ધનજીભાઇ કારીયા તેમજ દીલીપભાઇ સોમૈયાના ચિરનજીવીના હસ્‍તે હસુભાઇ ગણાત્રા, મનુભાઇ મકવાણા, મનુભાઇ ભગત, જતિનભાઇ ભીંડોરા, બી. કે. જાડેજા, દિનેશભાઇ તન્‍ના, ભરતભાઇ માણેક, વિજયભાઇ કુ. ભટ્ટ, જયોતિબેન કે. ભટ્ટ ના હસ્‍તે કરવામાં આવેલ છે. આ સેવાકીય કાર્યોમાં પંકજભાઇ ડી .કારીઆ , સુનિલ ભાઇ મજેઠીયા, બટુકભાઇ રાચ્‍છ વિ. સામાજિક યોગદાન આપેલ.

(3:49 PM IST)