<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સ્‍ટેટ રેન્‍કીંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ : વિજેતાઓને કૌશલકુમાર ચૌબેના હસ્‍તે ઇનામ એનાયત

રાજકોટ : હિરેન મહેતા રાજકોટની યાદી મુજબ રાજકોટમાં રમાઈ રહેલી બીજી સ્‍ટ્રેટ રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં સિંગલ્‍સની ચાર ઇવેન્‍ટ પૂર્ણ થઈ ગયેલ છે વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘ અને રાજકોટ ડિસ્‍ટ્રીક ટેબલ ટેનિસ એશોસીએશનના સહયોગથી યુનિવર્સિટી રોડ પર આવેલ એસ એન કે સ્‍કુલ ખાતે રોમાંચક ફાઈનલ મેચ થયા જેમાં મેન્‍સ અને વિમન્‍સ ઉપરાંત ૧૭ અને ૧૯ સિંગલ્‍સ માં સુરતના ખેલાડીઓ એ ડંકો વગાડ્‍યો છે. મેન્‍સમાં સુરતનો મદલાણી પ્રથમ ક્રમે અમદાવાદનો અભિલાષ રાવલ બીજા ક્રમે અને મનીષ ડેડકીયા ત્રીજા ક્રમે રહ્યા છે.

જ્‍યારે વિમન્‍સમાં સુરતની ઓઈસીકી જોઆરદાર પ્રથમ સ્‍થાને ગાંધીનગરની રાધા પ્રિયા બીજા સ્‍થાને અને નામના જયસવાલ ત્રીજા સ્‍થાન પર રહ્યા છે આ ઉપરાંત ૧૭ બોયઝ સિંગલ્‍સમાં સુરતનો આયુષ તન્ના, બીજા ક્રમે અરવલ્લીનો જન્‍મ જય પટેલ ત્રીજા ક્રમે અમદાવાદનો અભિલાષ પટેલ રહ્યા છે તેમજ સિંગ સુરતનો આયુષ તન્ના પ્રથમ સ્‍થાને અરવલ્લી નો અરમાન શેખ દ્વિતીય ક્રમે અરવલ્લીનો જન્‍મ જય પટેલ કળત્‍ય સ્‍થાન પર રહ્યા છે બીજી રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં કુલ ૧૨ ઇવેન્‍ટનો સમાવેશ છે જે પૈકી ચાર ઇવેન્‍ટ પૂરી થતાં આજે બાકીની આઠ ઇવેન્‍ટ પૂરી થશે તેમ ટેબલ ટેનિસ એસોસીએશનના જોઈન્‍ટ સેક્રેટરી હિરેન મહેતાએ જણાવ્‍યું છે.આ પૂર્ણ થયેલ ચાર ઇવેન્‍ટમાં વિજેતા ખેલાડીઓને આમંત્રિત મહેમાન શ્રી કે કે ચૌબે એ ડી આર એમ રેલ્‍વે રાજકોટ ના હસ્‍તે ઈનામ વિતરણ કરવામાં આવ્‍યું. કૌશલ સંઘનાની સેક્રેટરી ગુજરાત સ્‍ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન,નયન ભાઈ ગાન્‍ગાની, ધનરાજભાઈ રાઠોડ વિ. ઉપસ્‍થિત રહ્યા  હતા.

(4:05 PM IST)