<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

મનપા દ્વારા મહાપુરૂષોની પ્રતિમાઓ તથા બાગ-બગીચાની સફાઇ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૧ થી તા.૧૫ જૂન દરમ્‍યાન જનજાગૃતિ અભિયાન સ્‍વરૂપે સ્‍વચ્‍છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૬ના શહેરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમા, બાગ, બગીચા, ઉદ્યાનો અને સરકારી રહેણાક વસાહતોનીᅠસઘન સફાઈ ઝુંબેશᅠહાથ ધરેલ જેમાં કુલ ૨૯૩ સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરેલ જેમા કુલ ૫૨ ટન કચરાનોᅠ નિકાલ કરેલ છે. ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર, ᅠસેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર, સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:28 PM IST)