તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 8th June 2024
કલકતામાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં જૈન ભવનનું ઉદ્ઘાટન : ચાતુર્માસ પ્રવેશોત્સવ

રાજકોટ.તા. ૮: પૂર્વભારતની રાજધાની કલકતામાં પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી ૧૯૫૯માં નિર્માણિત કમાણી જૈન ભવનનું નવ નિર્માણ જશવંતીબેન ચમનલાલ દેસાઇ ઉષાબેન વિનોદરાય પુનાતર, તારાબેન જેઠાલાલ મોદી, શાંતાબેન રતિલાલ દેસાઇ અને મંજુલાબેન પ્રાણલાલ શાહ. અમૃતબેન ભગવાનજી અવલાણી ના સહયોગથી છબલબેન અમીચંદ વોરા વગેરે વિવિધ સંકુલની ઉદ્ઘાટન વિધિ ૬ જુલાઇ, શનિવારના સવારે ૯- કલાકે યોજાયેલ છે.
પૂ. ગુરૂદેવ તથા પૂ. નયનાજી મહાસતીજી આદિઠાણાનો ચાતુર્માસ પ્રવેશ તા. ૭ જુલાઇ ને રવિવારે સવારે ૯- કલાકે ડુંગર દરબાર ઘનધાન્ય ઓડીટોરીયમ ખાતે યોજાયેલ છે. નવકારશી ઉષાબેન પ્રતાપરાય કોઠારી અને સંઘજમણ જશવંતી બેન ચમનલાલ દેસાઇ પરિવાર તરફથી યોજાશે. કેતન દોશી (મો. ૯૮૩૬૯૨૦૦૮૯) નો વધુ વિગત માટે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે
(4:29 PM IST)










