<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

વૃક્ષારોપણ-રોપા વિતરણ-વૃક્ષ સેવકોનું સન્‍માન

ભારત સેવક સમાજ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે યુથ હોસ્‍ટિેલ્‍સ ઓફ ઇન્‍ડિયા અને પતંજલી યોગ સમિતિના સહયોગથી વૃક્ષારોપણ, ઔષધિય રોપાઓનું વિતરણ અને વૃક્ષ સેવકોના સન્‍માનનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ તકે જનાર્દનભાઇ પંડયા, જગદીશસિંહ જાડેજા, ગીતાબેન ગોસલીયાએ પર્યાવરણલક્ષી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. વૃક્ષ સેવક વીણાબેનનું શાલ ઓઢાડી સન્‍માન કરાયુ હતુ. કાર્યક્રમનું સંકલન યોગાચાર્ય નટવરસિંહ ચૌહાણે કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હરેશભાઇ રાજયગુરૂ, પરેશભાઇ પંડયા, મનસુખભાઇ બગથરીયા, ગોરધનભાઇ પેથાણી, અભયભાઇ અંજારીયા, સુરેશભાઇ કોઠારી, જીતેન્‍દ્રભાઇ દોશી, સાધનાબેન કાલરીયા, સુલોચનાબેન મહેતા, હીનાબેન મહેતા, વર્ષાબેન સંઘવી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:14 PM IST)