<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

હાઉસિંગ બોર્ડના ૭૦૦ પરિવારો નોધારા

બે દિવસમાં ખાલી કરવા નોટિસઃ જાયે તો કહા જાયે તેવી રહેવાસીઓની સ્‍થિતી : માનવતા ધોરણે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવા મુળ સ્‍થાને નવા કવાર્ટર આપવા બાંહેધરી આપો : ડીમોલીશન સામે વિરોધ નથી પણ લાઇટ-પાણીનો પુરવઠો તો ચાલુ કરાવોઃ ડીમોલેશન માટે એક મહિનાનો સમય આપોઃ રહેવા માટે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા અથવા ભાડુ આપો

રાજકોટઃ શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ હાઉસીંગ બોર્ડના ૭૦૦ જેટલા કવાર્ટરધારકો મુશ્‍કેલીમાં મુકાયા છે. બે દિવસમાં તમામને કવાર્ટર ખાલી કરી દેવા તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અહિં લાઇટ અને નળ કનેકશન પણ બંધ કરી દેવામાં આવ્‍યા છે. આ રહેવાસીઓ જાય તો કહા જાયે તેવી સ્‍થિતિ બની છે આ બાબતે માનવતાના ધોરણે વૈકલ્‍પીક વ્‍યવસ્‍યા કરવા અને જ્‍યારે નવા કવાર્ટર બની જાય ત્‍યારે તે જ જગ્‍યાએ કવાર્ટર ફાળવવા બાંહેધરી આપવા તંત્ર સમક્ષ અપીલ કરી છે.

હાઉસીંગ બોર્ડના કવાર્ટર ધારકોએ અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વસવસો વ્‍યકત કરતાં જણાવેલ કે દૂધસાગર રોડ આવેલ ગુ.હાઉસીંગ બોર્ડની શહેરી ગરીબ આવાસ યોજનામાં દારૂણ ગરીબીમાં જીવતા લોકો વસે છે. હાઉસીંગ બોર્ડના આ કવાર્ટર જર્જરીત થઇ ગયેલ છે. હાઉસીંગ બોર્ડ દ્વારા ૨૦૧૬માં રિનોવેશન કરાવવા માટે નોટીસ પાઠવતા ૬૦ થી ૭૦ ટકા જેટલા કવાર્ટર ધારકોને રિનોવેશન કરાવેલ છે. આમ છતાં રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા તે માન્‍ય રાખેલ નથી.

કવાર્ટરના લાઇટ, નળ કનેકશન તેમજ ગેસ કનેકશન તા. ૬/૬/૨૦૨૪ના રોજ કાપી નાખેલ છે. જેથી આ વિસ્‍તારના લોકો હેરાન-પરેશાન થઇ ગયેલ છે.

લાઇટ અને પાણીના અભાવે આ વિસ્‍તારના કેન્‍સર અને હૃદયરોગના ૨૧ જેટલા દર્દી હાલત અત્‍યંત દયનીય બની ગઇ છે.તેમજ વહીવટી તંત્ર દ્વારા માત્ર ૪૮ કલાકમાં ડીમોલેશન કરવાની ધમકી અપતા આ વિસ્‍તારના લોકોનો રોષ ફાટી નીકળ્‍યો છે.

ડીમોલેશન સામે આ વિસ્‍તારના લોકોનો વિરોધ નથી પરંતુ વિસ્‍તારના લોકોની વિવિધ માંગણીઓ છે જેવી કે, (૧) લાઇટ અને પાણી પુરવઠો તરત ચાલુ કરવામાં આવે. (૨) ડીમોલેશન માટે એક મહિનાનો સમય આપવામાં આવે. (૩) રહેવા માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે અથવા ભાડુ આપવામાં આવે. (૪) ડીમોલેશનનો ભોગ બનેલા કવાર્ટર ધારકોને રાજય સરકાર, ગુ.હાઉસીંગ બોર્ડ કે રાજકોટ મહાનગર પાલિકા કોણ નવું કવાર્ટર આપશે. તેની જવાબદારી નક્કી કરવામાં આવે.(૫) વહીવટી તંત્રના જવાબદાર અધિકારી દ્વારા નવું કવાર્ટર આપવાની લેખિત બાહેંધરી-આપવામાં આવે. (૬) જેનો દસ્‍તાવેજ થયેલ છે. તેમજ જેનો દસ્‍તાવેજ થયેલ નથી .અને હપ્‍તા ચડત છે તેવા તમામ કવાર્ટર ધારકોને નવું કવાર્ટર આપવામાં આવે.

કવાર્ટરધારકોની ન્‍યાયિક અને વાજબી માંગણીઓ નહીં સ્‍વીકારાય તો સોમવારથી કવાર્ટર ધારકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જાવેદભાઇ, દિગુભા, વિક્રમસિંહ જાડેજા, મનિષભાઇ, આરીફભાઇ, ઇરફાનભાઇ, હારૂનભાઇ, કલ્‍પેશભાઇ, ભિખાલાલ, મુસ્‍તાકભાઇ, યુનુસભાઇ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

( IST)