News of Sunday, 9th June 2024
હાઉસીંગ બોર્ડના રહેવાસીઓ કોના ભરોસે?: નેતાઓ ‘ગુમ'
ચૂંટણી સમયે વારંવાર આવતા રાજકીય લોકો અમારી મુશ્કેલી સમયે ડોકાણા જ નહીઃ રસ્તા બાગ-બગીચા સહિતના કામોના પ્રસિધ્ધી ભુખ્યા શાસકો ગોત્યા પણ જડતા નથીઃ સ્થાનીકોની વેદના

રાજકોટ : ચૂંટણી પૂર્ણ થતા જ નેતાઓ ગાયબ થઇ જાય છે તેનો એક દાખલો વોર્ડ નં. ૬ ના હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને મળ્યો છે. ચૂંટણી સમયે મત માંગવા આવતા કાર્યકરો-નેતાઓ-ચૂંટાયેલા પ્રતિનિધીઓ પ્રજાની મુશ્કેલી સમયે જ ‘ગુમ' થઇ જતા હાઉસીંગ બોર્ડના સ્થાનીકો ભારે રોષે ભરાયા છે.
હાઉસીંગ બોર્ડના સ્થાનીકો મુજબ, હાલ જ લોકસભાની ચૂંટણી પુરી થઇ છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોના કાર્યકરો, કોર્પોરેટરો, ધારાસભ્યો સહિતના વારંવાર આવતા, મીટીંગો કરતા અને વચનો આપતા હતાં. પણ આ વચનો ચૂંટણી બાદ તુરંત જ ઠાલા નિકળશે તેવો અમને કોઇ અંદાજો જ ન આવ્યો.
રહેવાસીઓએ વેદના વ્યકત કરતા જણાવેલ કે, આ સ્થિતિમાં અમારો આશરો બનવાને બદલે કોઇ નેતાઓ અમારો હાલ-ચાલ પૂછવા ડોકાયા જ નથી. ત્યારે અમારા મત જાણે એળે ગયા હોય તેવી અમને અનુભૂતિ થઇ રહી છે.
સ્થાનીકોમાં થઇ રહેલ ચર્ચા મુજબ શહેરના વિવિધ સ્થળોએ ઉદઘાટન, પેવર-મેટલીંગ પ્રારંભ, બગીચાના લોકાર્પણમાં હોંશે-હોંશે આગળ રહી પ્રસિધ્ધી મેળવતા નેતાઓ અમારી વ્યથા અને પરિસ્થિતિ જાણવા પણ તસ્દી નથી લીધી.
( IST)










