News of Sunday, 9th June 2024
બીએપીએસ સંસ્કૃત મહાવિદ્યાલયને આઇએસઓ સર્ટીફીકેટ એનાયત

રાજકોટ તા. ૭ : બોટાદ જિલ્લાના સારંગપુરમાં બીએપીએસ સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલને આઇએસઓ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યુ છે.
ઇન્ફ્રાસ્ટ્રકચર, વ્યવસ્થાપન, કર્મચારીની ગુણવતા, કાર્યપધતિ જેવા પાસાઓનો અભ્યાસ કરીને મૂલ્યાંકનના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
બીએપીએસ સસ્ંથાના આધ્યાત્મિક ગુરૂ પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આઇએસઓ સંસ્થાના કાર્યકર્તા ઘનશ્યામભાઇ પટેલ, ડો. મેહુલભાઇ પટેલ, અજયભાઇ ભટ્ટના હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને આ આઇએસઓ (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન) પ્રમાણપત્ર એનાયત કરાયુ હતુ.
(10:20 AM IST)










