News of Sunday, 9th June 2024
રાજકોટમાં ઘરમાં દટાયેલું સોનુ કાઢી આપવાના બહાને અને તાંત્રિક વિધિથી ૧૫ કરોડ બનાવી દેવાનું કહી મહિલા સાથે ગુરૂજી નામના ઢોંગીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી દુષ્કર્મ ગુજાર્યું: ભકતીનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ: શહેરમાં રહેતા મહિલા અને તેના નણંદ સાથે કહેવાતાં ઢોંગી ગુરૂજી નામના લેભાગુએ ઘરમાં દાટેલું સોનું ઝવેરાત કાઢી આપવાની વિધિના નામે ૮૦ હજાર પડાવી લઈ તેમજ મહિલા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી ઉપરાંત બળજબરીથી દુષ્કર્મ આચરી લેતાં ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ભોગ બનનાર ૩૦ વર્ષની મહિલાની ફરિયાદ પરથી ગુરૂજી ઉ.વ આશરે ૫૦ વર્ષ નામના શખ્સ વિરૂધ્ધ આઈપીસી કલમ ૫૦૮ ૩૫૪ ૩૫૪(એ) ૩૭૭ ૩૭૬ ૪૦૬ ૪૨૦ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ફરીયાદની વિગત એવી છે કે તે ફરીયાદી મહિલાને તાંત્રીક વિધી કરી મકાનમાંથી સોનુ કાઢી દેવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસેથી વિધીના નામે રૂપીયા ૩૬૦૦૦ પડાવી લઇ તેમજ સાહેદ મહિલા સાથે તાંત્રીક વિધી કરી રૂપીયા ૧૫ કરોડ બનાવી દેવાની વિશ્વાસ આપી રૂપીયા ૮૦,૦૦૦ પડાવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી ફરીયાદી સાથે વિધીના બહાને અવાર-નવાર શારીરીક અડપલા તેમજ સુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી તથા એક વખત બળજબરી પુર્વક દુષ્કર્મ
આચરી લેવાયું હતું. પીએસઆઇ એમ.એન. વસાવા, નિલેશભાઈ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:39 AM IST)










