News of Sunday, 9th June 2024
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, સતત બીજા દિવસે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો :વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર

અમદાવાદ : પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 15 જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોામં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.
આગામી 11 મેથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ધીમી ધારે થી લઇ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ અમરેલી,જુનાગઢ,
રાજકોટ, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં આજે પણ વરસાદ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે.
જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગામી 13 જૂન સુધી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, પંચમહાલ, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, સાબરકાંઠા, નવસારી, નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
(8:38 PM IST)










