<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજકોટ ડેરી પરીવારના સંદીપ હિરપરાને ગોલ્‍ડમેડલ

રાજકોટઃ ભારત દેશના પ્રતિષ્‍ઠિત ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ રૂરલ મેનેજમેન્‍ટ આણંદનો (IRMA<Anand)  ૪૩મો વાર્ષિક દિક્ષાંત સમારોહ એનડીડીબી આણંદ ખાતે યોજાયેલો હતો. જેમાં પોસ્‍ટ ગ્રેજયુએટ ડિપ્‍લોમા ઇન રૂરલ મેનેજમેન્‍ટ એકિઝકયુટિવ (pgdrmx) વર્ષ ર૦ર૪ના બેચ માટે રાજકોટ ડેરીના ફાલિટી કન્‍ટ્રોલ વિભાગના ઇન્‍ચાર્જ મેનેજર શ્રી સંદીપ હિરપરાને ભારતના પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ શ્રી વૈંકૈયા નાયડુજીના હસ્‍તે ગોલ્‍ડ મેડલ રાજકોટ ડેરી પરિવારના સંદિપભાઇ હિરપરાને એનાયત થતા ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:49 PM IST)