<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

યાદી ભરી ત્‍યાં આપનીઃ આજે સાંજે સાહિત્‍ય સેતુનો કાર્યક્રમ

રાજવી કવિ કલાપીની પુણ્‍યતિથિ નિમિતે

રાજકોટ : સાહિત્‍ય સેતુ - રાજકોટ દ્વારા રાજવી કવિ કલાપીની પૂણ્‍યતિથી નિમિતે  ‘યાદી ભરી ત્‍યાં આપની' કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

જેમાં કલાપીની તસ્‍વીને પુષ્‍પાંજલી અપાશે. કલાપીની સાહિત્‍ય યાત્રા વકતવ્‍ય આર. પી. જોષી (સાહિત્‍ય મર્મી), કલાપીની કવિતાઓનું ગાન ડો. મનોજ જોષી (કવિ-લેખક-ગાયક), કલાપીના કાવ્‍યાનું પઠન કવિ પ્રકાશ હાથી તા. ૧૦ સોમવાર સાંજે પ.૪પ કલાકે, સ્‍થળ શ્રી સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ, રાજકોટ આ સાહિત્‍યિક કાર્યક્રમમાં  વસંતભાઇ ગદેશા, જનાર્દન આચાર્ય, નલિન તન્‍ના, મુકેશ દોશી, સુધીર દત્તા, હસુભાઇ રાચ્‍છ, અનુપમ દોશી, સુનિલ વોરા, પંકજ રૂપારેલીયા દ્વારા નિમંત્રણ અપાયું છે.

 

(4:05 PM IST)