News of Monday, 10th June 2024
સસ્તા અનાજના દુકાનદારોને ૯૭ ટકા વિતરણની શરત પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલી : બપોર બાદ DSO સાથે બેઠક
હંગામી દુકાન માટે અલગ ID આપો : ઇ-શ્રમકાર્ડ -ઇ-કેવાયસી અંગે પણ રજુઆત

રાજકોટ, તા. ૧૦ : શહેર ફેર પ્રાઈસ શોપ્સ એસોસિએશન વાજબી ભાવના દુકાનદારના પ્રશ્નોની રજૂઆત માટે જીલ્લા પુરવઠા અધિકારી શ્રી સાથે આજે બપોર બાદ બેઠકનુ આયોજન કરવામા આવ્યુ છે.
ગત પહેલી જુન શનિવારના રોજ રાજકોટ શહેર એફપીએસ એસોસિએશનની મીટીંગ રેસકોર્સ ગાર્ડન ખાતે યોજવામા આવી હતી આ મિટીંગમા વેપારીભાઈઓને દુકાન ચલાવતા પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામા આવેલી હતી આ સમસ્યાઓની રજુઆત માટે જીલ્લા પુરવઠા અધિકારી ‘ રજુઆત કરવાનુ નકકી કરવામા આવ્યુ હતુ જેમા નિચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે . મિનિમમ કમિશન મેળવવા માટે સતાણુ ટકા વિતરણની શરત પરીપુર્ણ કરવામા પડતી સમસ્યાઓ બાબત એક થી વધારે ચાર્જની દુકાન ચલાવતી વખતે મિનિમમ કમીશનથી વંચીત રહેવા બાબત હંગામી દુકાન માટે અલગ આઈ ડી મેળવવા બાબત
મળતક ના વારસને વારસાઈમા દુકાન મળવા બાબત ઈ શ્રમ કાર્ડ તથા ઈ-કેવાયસીની કામગીરી બાબત તેમ મહામંત્રી હિતુભા એ અકિલા ને જણાવ્યું હતું.
(4:12 PM IST)










