News of Monday, 10th June 2024
અમેરિકા-પોલેન્ડનાં ડોકટરની રાજકોટમાં નિઃશુલ્ક ઓર્થોપેડીક ઓપીડી
ડો.નિર્ભય શાહની હોસ્પીટલમાં વિદેશના તબીબો બુધવારે ‘હાઇપ્રોકયોર ઇમ્પલાન્ટ' વિશે માર્ગદર્શન આપશે

રાજકોટ, તા., ૧૦: રાજકોટના જાણીતા ઓર્થોપેડીક ડો. નિર્ભય શાહની હોસ્પીટલ, ‘સ્વાસ્થ્ય સદન' કૈલાશવાડી સર્કલ, જંકશન પ્લોટ ખાતે અમેરિકાના ડો. માઇકલ ઇ.ગ્રાહમ (ફાઉન્ડર એન્ડ સીઇઓ ગ્રાહમ ઇન્ટરનેશનલ ઇમ્પલાન્ટ ઇન્સ્ટીટયુટ-યુએસએ) તથા ડો.લુકાઝ કોલોડઝી (ઓર્થોપેડીકસ એન્ડ ટર્મોટોલોજી સ્પેશ્યાલીસ્ટ-પોલેન્ડ) તથા ડો. નિર્ભય શાહ (ડાયરેકટર એન્ડ સિનીયર જોઇન્ટ સર્જન-ભારત) આ ત્રણેય તબીબો એક જ જગ્યાએ તા.૧રને બુધવારે સવારે ૧૦ થી બપોરના ૧ર વાગ્યા સુધી વિનામુલ્યે દર્દીઓની વિનામુલ્યે ઓપીડીમાં તપાસ કરશે અને હાઇપ્રોકયોર ઇમ્પલાન્ટ વિશે માર્ગદર્શન આપશે.
આ માટે રજીસ્ટ્રેશન માટે મો.૯૪૦૯૩ ૪પ૭૬૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
હાઇપ્રોકયોર ઇમ્પલાન્ટ HYPROCURE IMPLANT
ફલેકિસબલ Flexible ફલેટ ફુટનો ઉપચાર (નાનપણથી પગના પંજા ચપટા પડવા) (બહુ સામાન્ય પણ જટીલ સમસ્યાનો સરળ ઉપાય)
Flat Foot ફલેટ ફટ શું છે?
પગના પંજા ચપટા પડે છે. તેના લીધે ચાલવામાં અને દોડવામાં અને રમવામાં તકલીફ પડતી હોય છે. આશરે ર૦ ટકા લોકોને નાનપણથી આ સમસ્યા હોય છે. આમા પગના પંજા ચપટા અને આડા પડવાથી પંજા, ગોઠણ અને કમ્મર સુધી આની અસર પડે છે.
આ ફલેટ ફટ ખબર કેવી રીતે પડે
ફલેટ ફુટમાં પંજાની અંદર (સામાન્ય રીતે) જે ગોળાય હોય છે (ARCH) તે હોતી નથી અને અંદરનો ભાગ જમીનને અડી જાય છે. જેથી પગનો પંજો ચપટો પડે છે અને બુટ ચંપલ પણ અંદરના ભાગથી ઘસાઇ જતા હોય છે.
પંજાનો (ARCH) એટલે શું?
પગના પંજાની અંદરની બાજુ ગોળાઇ અને ઉંચાઇ હોય છે સામાન્ય રીતે આ આર્ચ (ARCH) ચાલવા-દોડવામાં સ્પ્રિંગની જેમ કામ આપે છે. જે લોકોને ફલેટ ફુટ (FLAT FOOT ) હોય છે તેઓને આ સ્પ્રિંગ જેવી આર્ચની મદદ મળતી નથી. જેથી ચાલવા-દોડવાની સ્પીડ ઘટી જાય છે. અને ઉંમર વધતા પંજામાં દુઃખાવો શરૂ થાય છે અને સાંધા ઘસાવા માંડે છે.
બાળકોને આ કેવી રીતે નડે છે ?
ફલેટ ફુટ વાળા બાળકો (Sports ) રમત ગમતમાં પાછળ રહે છે અને તેમના પગરખા પણ ઉંધી બાજુથી ઘસાય છે.
જેમ ઉંમર અને વજન વધે છે અને પંજાના સાંધાઓ પર આડો જોર પડવાથી કાયમનો દુઃખાવો થવા લાગે છે.
ઓપરેશન વગર દવાથી કે બુટમાં ફેરફારથી ફેર પડે.
આ જાતની ફલેટ ફુટમાં દવા-કસરત કે બુટના ( ARCH Support ) આર્ચ સપોર્ટ જેવા ઉપચારથી કોઇ પણ ફરક પડતો નથી. ઉપરાંત અત્યાર સુધી આ તકલીફ માટે નાની ઉંમરમાં તો કોઇ ખાસ ઉપચાર હતો જ નહિં. મોટી ઉંમર થતા અને પંજાના સાંધાને નુકશાન થયા પછી પણ ઘણુ મોટુ ઓપરેશન કરવુ પડે છે અને સાંધા અને હાડકા કાપીને એંગલ બદલવાના મોટા અનેજોખમી ઓપરેશન સિવાય કોઇ બીજો રસ્તો નથી.
તો નાની ઉંમર કે વચલી ઉંમરમાં ફલેટ ફુટ (FLAT FOOT) માટે કોઇ સરળ ઉપાય ખરો?
હવે એક ખુબ જ સરળ અને સફળ ઓપરેશન નાની અને મોટી બન્ને ઉંમર માટે ઉપલબ્ધ છે. જે ફલેટ ફુટને મટાડે છે. અને કોઇ પણ સાંધા અને હાડકાને નુકશાન પહોંચાડતું નથી. આ હાઇપ્રોકયોર સાઇનસ ટાર્સી ઇમ્પલાન્ટ (HYPROCURE SINGS
TARSl IMPLANT) હવે ફલેટ ફુટ (FLAT FOOT) માટે સચોટ નાનુ અને જોખમ વગરનું અત્યંત અસરકારક ઓપરેશન છે.
બીજા મોટા અને જોખમી ઓપરેશન અને
HYPROCURE IMPLANT માં શું ફેર?
બીજા ઓપરેશનમાં સાંધા ચોંટાડવા પડે. હાડકા કાપવા પડે, ૩ થી ૬ મહીને લંગડી કરવી પડે, ચીરો-ટાંકાનું જોખમ-રસીનું જોખમ અને કાયમી નુકશાનનું જોખમ રહે છે.
HYPROCURE IMPLANT બે હાડકાની વચ્ચે રહેલી કુદરતી જગ્યામાં એક સ્ક્રુ જેવુ ઇમ્પલાન્ટ (IMPLANT) બેસાડીને, હાડકાને સ્લીપ ((Slip)) અટકાવે છે. જેથી પંજો ચપટો પડતો નથી અને (Medical Arch) પંજાની અંદરની ગોળાઇ પાછી આવે છે અને ચાલવા-દોડવામાં Spring જેવી અસર પાછી મળે છે.
નાની ઉંમરમાં આ ઓપરેશન કરવુ કેમ સારૂ?
નાની ઉંમરમાં જો આ ઓપરેશન કરાવી લેવામાં આવે તો બાળક રમત-ગમત, દોડવામાં નોર્મલ થાય છે અને મોટા થતા પંજાનો આકાર કુદરતી થતો જાય છે અને ભવિષ્યમાં ઉંમર -વજન વધતા થતી તકલીફોથી બચી શકાય છે.
આ ઓપરેશનની વિગતો શું છે
(૧) કયા પેશેન્ટમાં કરવુ -જેને પગના પંજા ચપટા પડતા હોય અને બુટ-ચંપલ ઉંધી તરફથી ઘસાતા હોય. રમવા-દોડવામાં તકલીફ પડતી હોય, સ્પીડ ન આવતી હોય અથવા દુખતું હોય.
(ર) કયારેઃ-૭/૮ વર્ષની ઉંમર સારી-પછી ૪૦/૬૦ ની ઉંમર સુધી કરી શકાય છે.
(૩) ઓપરેશનમાં નાનો (૧) ઇંચ નો કાપો આવે છે. પછી (૧) Week (દિવસ) વોકર પકડીને ચાલવુ પડે છે.
પછી સામાન્ય રીતે ચાલી શકાય (૧) રમત-દોડવુ ર-૩ મહીના પછી (ર) થોડુ દુખે પણ બીજુ કોઇ તકલીફ પડતી નથી.
(૧) Flat foot
(૨) After Correction
(૩) Xray with Impant- AP lateral
(૪) SMALL INCISION PHOTO
(૪.૨૫)
સંકલનઃ-
ડો.નિર્ભય શાહ
તારક બુચ
મો.૯૪૦૯૩ ૪પ૭૬૪.
(4:13 PM IST)










