તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
હ્યુમર રસથી છલોછલ ફિલ્મ ‘જલુલ જલુલથી આવજો' : ૧૪ મીએ રીલીઝ
‘તોરલ'ના પાત્રને જીવંત બનાવનાર ડો. કાવ્યા જેઠવા રાજકોટની દીકરી : ‘સ્વસ્તીક‘નું પાત્ર ભજવતા હાર્દીક ભાવસાર અને ‘અક્ષત'નું પાત્ર ભજવતા વિવેક બુચ કહે છે લગ્ન પ્રસંગ પર બનેલી આ ફિલ્મ લોકોના マદયને સ્પર્શી જશે : અંતમાં ગંભીર મેસેજ : ટ્રેલર અને ગરબો લોન્ચ થતા જ જોરદાર પ્રતિસાદ : ફિલ્મનું તમામ શુટીંગ વડોદરામાં દર્શકોને અલગ જ અંદાજનો અનુભવ કરાવશે ફિલ્મ ‘જલુલ જલુલથી આવજો' : કમલ પલાણ

રાજકોટ તા. ૧૦ : મુહુર્ત શોટ ફિલ્મસના બેનર હેઠળ બનેલ ગુજરાતી ફિલ્મ ‘જલુલ જલુલથી આવજો' આગામી તા. ૧૪ જુનથી રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મની ટીમે જણાવ્યુ હતુ કે લગ્નના અવસરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ ફિલ્મ આમ તો હ્યુમર રસથી ભરપુર છે. છતા અંત ગંભીર મેસેજ છોડી જાય તેવો છે.
મુખ્ય ભુમિકા નિભાવતી રાજકોટની જ દિકરી એવી ડો. કાવ્યા જેઠવાએ જણાવ્યુ હતુ કે ફિલ્મમાં મારો રોલ ‘તોરલ'નો છે. લીડ રોલની તક માટે હું મારી જાતને નશીબદાર માનુ છુ. આમ તો વ્યવસાયે હું હોમિયોપેથી ડોકટર છુ. પરંતુ એકટીંગ મારૂ બાળપણનું સ્વપ્ન હતુ. જે આ ફિલ્મ ‘જલુલ જલુલથી આવજો'ના માધ્યમથી સાકાર થયુ છે.
નૃત્યમાં વિશારદ થયેલ એવા ડો. કાવ્યા જેઠવા આ પહેલા ‘એક બહાનું આપીશ..' જેવી વેબ સીરીઝ તેમજ ‘ખુલી આંખના સપના' જેવી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકયા છે. હવે પછી મોટાબેનર હેઠળ આવી રહેલ બોલીવુડ ફિલ્મ ‘સત્યા પ્રેમ કી કથા'માં પણ તેઓએ અભિનય આપ્યો છે.
બીજા મુખ્ય પાત્ર ‘સ્વસ્તીક'ને જીવંત બનાવનાર હાર્દીક પરમાર કહે છે ફિલ્મના શુટીંગ સમયે અમે ખુબ મજા કરી છે. એક પ્રસંગ ઉકેલવા એક પરિવારે શું મહેનત ઉઠાવવી પડે છે તે તમામ તલસ્પર્શી વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. આમ તો હું ૯ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકયો છુ. પરંતુ મારા લીડ રોલ સાથેની આ પ્રથમ ફિલ્મ છે.
ફિલ્મમાં ‘અક્ષત'નું પાત્ર ભજવતા વિવેક બુચે જણાવેલ કે હું થીએટર આર્ટીસ્ટ છુઅને આ પહેલા હિન્દી ફિલ્મ ‘મજામા' તેમજ એક વેબ સીરીઝ ‘રાણા નાયડુ' કરી છે. અને હવે ‘જલુલ જલુલથી પધારજો'માં મેં દીલ દઇને કામ કર્યુ છે. દર્શકો ચોકકસ વધાવશે તેવો મને આશાવાદ છે.
આ ફિલ્મના ગીતકાર, લેખક, દિગ્દર્શક પૂર્વેશ પરમારે જણાવ્યુ હતુ કે ફિલ્મની સ્ટોરી લખવાથી માંડીને પુરી ફિલ્મ તૈયાર કરવા માટે માટે અમે ૩ વર્ષ કામ કર્યુ છે. સંપુર્ણ ફિલ્મ વડોદરામાં શુટ કરી છે. આ એક પારિવારિક હ્યુમર સ્ટોરીવાળી ફિલ્મ છે. લગ્ન ઇવેન્ટને કેન્દ્રમાં રાખીને બનાવેલ આ ફિલ્મનો અંત ખુબ ગંભીર મેસેજ છોડી જાય તેવો છે. ટુંકમાં સહપરિવાર માણી શકાય તેવી આ ફિલ્મ છે. ફિલ્મમાં એક ગરબો અને લગ્નગીત જમાવટ કરે છે. એક લવસ્ટોરી સહીત ચારેક ગીતો આવરી લેવાયા છે. જેમાંથી ગરબો અને એક ગીત લોન્ચ થતા જ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
ટીમ સાથે આવેલા કમલભાઇ પલાણે જણાવ્યુ હતુ કે હાલ ગુજરાતી ફિલ્મોનો શીલશીલો ચાલુ છે. પરંતુ મારી દ્રષ્ટિએ ‘જલુલ જલુલથી આવજો' ફિલ્મ દર્શકોમાં જુદી જ છાપ છોડીજાય તેવી અલગ અંદાજમાં તૈયાર થઇ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. કાવ્યા જેઠવા, હાર્દીક ભાવસાર, વિવેક બુચ અને બાજુમાં કમલ પલાણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(1:43 PM IST)










