<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

પુ.મહંતસ્‍વામી મહારાજ શુક્રવારથી રાજકોટમાં : ૨૬ દિવસ સત્‍સંગ કાર્યક્રમો

૧૬ મીએ સ્‍વાગત સભા : ૮ જુલાઇ સુધી મહિલા સંમેલન, પારિવારિક એકતાલક્ષી કાર્યક્રમ, સનાતન સંસ્‍કળતિ સંવર્ધક કાર્યક્રમ, રથયાત્રા ઉત્‍સવ તેમજ રાજકોટ મંદિર રજત જયંતી મહોત્‍સવ પૂર્ણાહુતિ જેવા શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો

રાજકોટ તા. ૧૧ : બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડરોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્‍થાના છઠ્ઠા આધ્‍યાત્‍મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્‍વરૂપ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજ રાજકોટને આંગણે તા. ૧૪ જૂનના શુક્રવારથી ૧૦ જુલાઈ બુધવાર સુધી કુલ ૨૬ દિવસ દિવ્‍ય સત્‍સંગનો લાભ આપશે.

૯૧ વર્ષની જૈફ વયે સ્‍વસ્‍થ જીવન જીવી રહેલા પૂ. મહંતસ્‍વામીની સત્‍સંગ સભામાં વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજકોટના રોકાણ દરમ્‍યાનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા મુજબ તા.૧૬ જૂનના રવિવારથી સવારે ૬ થી ૮ વાગ્‍યા સુધી પ.પૂ.મહંતસ્‍વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન-આશીર્વાદનો લાભ મળશે.

જેમાં સંસ્‍થાના વિદ્વાન સંત પૂ.વિવેકસાગર સ્‍વામી ‘સ્‍વામિનારાયણીય સાધનાના સોપાનો' વિષયક પ્રાતઃકથાવાર્તાનો લાભ આપશે.

૧૬ મીના રવિવારે પ.પૂ.મહંત સ્‍વામી મહારાજને સત્‍કારવા માટે સ્‍વાગત સભા સાંજે ૫.૩૦ થી ૮ વાગ્‍યા સુધી યોજાશે. જેમાં પૂ. વિવેકસાગર સ્‍વામી ‘એક નિશાન અક્ષરધામ' વિષયક પારાયણ, સાંસ્‍કળતિક કાર્યક્રમ અને પરમ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત પ.પૂ.મહંત સ્‍વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ દિવસ દરમિયાન  બાળકો માટે સંસ્‍કારલક્ષી કાર્યક્રમ, યુવાનો માટે પ્રેરણાલક્ષી કાર્યક્રમ, વિશાળ મહિલા સંમેલન, પારિવારિક એકતાલક્ષી કાર્યક્રમ, સનાતન સંસ્‍કળતિ સંવર્ધક કાર્યક્રમ, રથયાત્રા ઉત્‍સવ તેમજ રાજકોટ મંદિર રજત જયંતી મહોત્‍સવ પૂર્ણાહુતિ જેવા રંગારંગ કાર્યક્રમો યોજાશે.  

કાર્યક્રમોની રૂપરેખા મુજબ,૧૬ મીએ પ્રથમ દિવસે સ્‍વાગત દિન, ૧૭ મીના સોમવારે  સંસ્‍કાર દિન, ૧૯ ના બુધવાર         મહિલા દિન, ૨૦ ના ગુરુવાર સંયમદિન,  ૨૧ ના શુક્રવારે       સિધ્‍ધાંતદિન ૨૨ ના શનિવારે શિક્ષણ દિન, ૨૩ ના  રવિવારે        સમર્પણ દિન, ૨૫ ના મંગળવારે સુહ્યદભાવદિન, ૨૬ ના બુધવારે સત્‍કાર દિન મનાવવામાં આવશે.

તા.૨૭ ના ગુરુવારે સંપર્કદિન,

૨૯ ના  શનિવારે    સંસ્‍કળતિદિન,

૩૦ ના રવિવારે     સેવા દિન, ૭ જુલાઈના રવિવારે         રથયાત્રા, રાજકોટ રજત જયંતી મહોત્‍સવ પૂર્ણાહુતિ, ૮ જુલાઈના સોમવારે      સત્‍પુરુષદિન ઉજવાશે.

બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્‍ય મહંતસ્‍વામી મહારાજના સાનિધ્‍યમાં આયોજીત વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોમાં સગા-સ્‍નેહી, મિત્રો-પરિવારજનો સાથે લાભ લેવા કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્‍વામી અને પૂ.અપૂર્વમુનિ સ્‍વામી સહિત સૌ સંતોએ રાજકોટવાસીઓને જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(1:54 PM IST)