<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

નંદનવનની મનિષાબેનને રૈયા રોડની હોસ્‍પિટલ પાસે માથાકુટઃ પ્રવાહી પીવડાવાયાનો આક્ષેપ

પગાર લીધા બાદ હોસ્‍પિટલ કર્મીઓએ માથાકુટ કર્યાના આક્ષેપ સાથે દાખલ થઇઃ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં આક્ષેપો મુજબની કોઇ હકિકત જણાઇ નહિ

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતી મનિષાબેન ગોપાલભાઇ કનારા (ઉ.વ.૩૫) રાતે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. અહિ તેણે પોતાને રૈયા રોડ તુલસી સુપર માર્કેટ નજીક યુનાઇટેડ હોસ્‍પિટલના કર્મચારીઓ પાર્થ, બીનલબેન, લલીતાબેને કંઇક પ્રવાહી પીવડાવી દીધાનો આક્ષેપ કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસમાં નોંધ કરાવી હતી.

પીએસઆઇ ડી. આર. રત્‍નુ તપાસ માટે તત્‍કાળ પહોંચ્‍યા હતાં. આક્ષેપો થયા હોઇ સીસીટીવી કેમેરા ચેક કરતાં કોઇ કર્મચારી બહાર આવ્‍યા નહિ હોવાનું જણાયુ હતું. વધુ તપાસ કરતાં જણાયુ હતું કે મનિષાબેને આ હોસ્‍પિટલમાં એક મહિનો નોકરી કરી હોઇ એકસ્‍ટ્રા પગારના નાણા બાબતે માથાકુટ થઇ હતી. ગઇકાલે પગાર લીધા બાદ તે બહાર નીકળતાં બેભાન જેવા થઇ પડી જતાં હોસ્‍પિટલના સ્‍ટાફે અંદર લઇ જઇ સારવાર આપી હતી. એ પછી તે પોતાને કંઇક પીવડાવી દેવાયાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ થયા હતાં.

(2:49 PM IST)