તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
પાડાના વાંકે પખાલીને ડામઃ મિલ્કતો ‘સીલ' કરવાની ઝુંબેશથી હોબાળો થતા પદાધિકારીઓ ગાંધીનગર દોડયા
શાળા-કોલેજો, હોસ્પિટલો, જ્ઞાતિઓની વાડીઓ વગેરે સહિત ૫૦૦ મિલકતોને ધડાધડ બંધ કરાવાયા પણ ફાયર એન.ઓ.સી.ની પ્રક્રિયા માટે સ્ટાફની ઘટ : દૂધસાગર હાઉસીંગ બોર્ડના આવાસોનો પ્રશ્ન પણ સળગતોઃ મુખ્યમંત્રીને અગ્રણીઓની રજુઆતઃ વ્યવહારૂ ઉકેલની આશા

રાજકોટ,તા. ૧૧: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ૭૦ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,ᅠસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજે બપોરબાદ ૪ કલાકે રાજકોટ શહેરના વિવિધ પ્રશ્નો/રજુઆતો અંગે માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લેવા ગાંધીનગર પહોંચ્યા છે. સીલ લગાડવાની ઝુંબેશથી સર્જાયેલ પરિસ્થિતીથી મુખ્યમંત્રીને વાકેફ કરાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં રજુઆત કરાશે ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજય સરકારશ્રીની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા-કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ/સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી/જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવેલ છે. શહેરનાᅠᅠસંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળેલ છે જે અંગે ચર્ચા વિચારણા કરવા/માર્ગદર્શન મેળવવા, મહાનગર પાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંક/ભરતી ᅠકરવા જરૂરી છે.
શહેરમાં દુધસાગર રોડ,ᅠડેરીલેન્ડ ક્વાર્ટર્સ આકાશદીપ સોસાયટી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે ૫૦ વર્ષ જુના ત્રણ માળીયા ક્વાર્ટર્સ આવેલ છે. જેના ᅠ૬૯૬ જેટલા ક્વાર્ટર્સ સંપૂર્ણ ભયગ્રસ્ત અને જર્જરિત હાલતમાં હોઈ, જે ક્વાર્ટર્સ ખાલી કરવા સંબંધિત મિલકતધારકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત નોટીસ પાઠવવામાં આવેલ છે. સદરહુ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરી,ᅠગુજરાત હાઉસિંગ બોર્ડને પણ અવગત કરવામાં આવેલ છે. આ ક્વાર્ટર્સધારકો તરફથી રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ રજુઆતો મળેલ છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા લગત જુદા જુદા પ્રશ્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્નો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવનાર છે.
(3:04 PM IST)










