<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ફાયર NOC-BU માટે બે દિવસમાં SOP બનાવાશેઃ દેવાંગ દેસાઇ

ફાયર NOC પણ કોઇપણ જાતના વિલંબ વિના અપાશેઃ મનપા તંત્ર નિયમ અનુસાર કામ કરશેઃ મ્‍યુનિ. કમિશનરની ખાત્રી

 

રાજકોટ : મનપા તંત્ર દ્વારા છેલ્લા એક સપ્તાહની ફાયર એનઓસી અને બાંધકામ પરવાનગી સર્ટીફીકેટ વિનાની મિલ્‍કતો સીલ મારવાની આડેધડ કામગીરી સામે આજે ચેમ્‍બર ઓફ કોમર્સ તથા શાળા સંચાલક મંડળ દ્વારા મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ રજૂઆત કરવામાં આવી હતી. ત્‍યારે મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ હકારાત્‍મક પ્રત્‍યુતર આપતા જણાવ્‍યું હતું કે આ ઝૂંબેશ રાજયવ્‍યાપી છે. આ મુદ્‌્‌ે બે દિવસમાં ખાસ એસઓપી બનાવવામાં આવશે. રાજય સરકારના માર્ગદર્શન મુજબ આગામી કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એનઓસી પણ કોઇ પણ જાતના વિલંબ વગર આપવામાં આવશે. તેમ અંતમાં જણાવ્‍યું હતું.

(4:53 PM IST)