તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ દ્વારા બાજ ખેડાવાળ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ છે.જેમાં બે દિવસથી રાહત દરે ચોપડા વિતરણનો અદભુત ઘસારો રહેલ. જ્ઞાતિના વિધાર્થીઓઍ બહોળી સંખ્યામાં રાહત દરે ચોપડાનો લાભ લીધેલ છે. હાલમાં ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ ખાતે જ્ઞાતિની વાડીઍ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઅો માટે રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ ચાલુ છે. જ્ઞાતિજનોઍ સાંજે ૬ થી ૭.૩૦ સુધી સંપર્ક કરવા જણાવાયું છે. વિદ્યાર્થીના વાલી ગીરીશભાઈ મહેતાને ૅઅકિલૉના સિનિયર પત્રકાર અને બાજ ખેડાવાળ જ્ઞાતિના યુવા જ્ઞાતિ સેવક કાર્યકર તુષારભાઈ ઍમ. ભટ્ટ ચોપડાનું વિતરણ કરતા તસ્વીરમા નજરે પડે છે.(૯.૩૪)
(7:15 PM IST)










