<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

પતિને બીજીસ્ત્રી સાથે મિત્રતા હોઇ માથાકુટ કરતોઃ દહેજની માંગણી કરી પરીણીતાને વાંકાનેરમાં ત્રાસ

અનામીકા સોસાયટીમાં માવતરે આવેલી મહિલાની વાંકાનેર રહેતો પતિ ચંદ્રકાંત સોલંકી, સાસુ મુકતાબેન સોલંકી અને નણંદ કંચન નાગવાડીયા સામે ફરિયાદ

રાજકોટઃ તા૧૨: દોઢસો ફૂટરીંગ રોડ ટેલીફોન એક્ષચેન્‍જ પાસે અનામીકા સોસાયટીમાં માવતરે રીસામણે આવેલી મહિલાને વાંકાનેરમાં રહેતા પતિને અન્‍યસ્ત્રી સાથે મિત્રતા હોઇ તે બાબતે માથાકુટ તેમજ કરીયાવરની માંગણી કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અનામીકા સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા નીતાબેન ચંદ્રકાંતભાઇ સોલંકી (ઉ.વ. ૩૫) એ મહિલા પોલીસ મથકમાં વાંકાનેરમાં બસ સ્‍ટેશનની પાછળ આંબેડકર નગરમાં રહેતા પતિ ચંદ્રકાંત કિશોરભાઇ સોલંકી,સાસુ મુકતાબેન સોલંકી અને નણંદ કંચન વિજયભાઇ નાગવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે નીતાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના આઠવર્ષ પહેલા વાંકાનેરમાં રહેતા  ચંદ્રકાત સોલંકી સાથે થયા હતા લગ્નબાદ પોતે પતિ અને સાસુ, સસરા સાથે સંયુકત પરિવાર સાથે રહેતા હતા પોતાને સંતાનમાં એક પુત્ર છે. સસરા વાંકાનેરમાં માટીની તાવડી બનાવવાનું કારખાનું ચલાવે છે. લગ્નના દોઢ વર્ષબાદ સાસુને છાતીમાં દુઃખાવો થતા તેનું ઓપરેશન કરાવ્‍યા બાદ તેને પેરાલીસીસનો હુમલો આવતા તે પથારીવસ છે. તેથી પોતે સાસુની તમામ સેવા કરતા પોતે સાસુની સેવામાં વ્‍યસ્‍ત રહેતા પતિ ચન્‍દ્રકાંતને સોસાયટીમાં રહેી એકસ્ત્રી સાથે મિત્રતા થઇ જતા તેની મિત્રતાના લીધે પતિ પોતાની સાથે ઝઘડો કરતો હતો. અને પોતાની સાથે સરખી રીતે વાત પણ કરતો ન હતો. પોતે ગર્ભવતી હોવા છતા પતિ પોતાને શારીરીક-માનસિકત્રાસ આપતો હતો. અને નણંદ પોતાના ઘરની પાછળ રહેતા હોઇ તેથી નણંદ અવાર-નવાર ઘરે આવે ત્‍યારે સાસુ અને પતિને ચઢામાણી કરતા સાસુ પોતાની સાથે ઝઘડો કરી મેણા-ટોણા મારતા હતા. અને પતિ દેહજ ની બાબતે વોશીંગ મશીન, સોફા તથા ઘરની સાજાવટની વસ્‍તુઓની માગણી કરતા પોતાના ભાઇએ આ ચીજવસ્‍ત માંગણી કરતા પોતાના ભાઇએ આ ચીજવસ્‍તુ કઇ દીધી હતી ગતા તા. ૬ ના રોજ પોતાના મોટાબાપુજીનું પાણી ઢોળ હોઇ તેથી પોતે પાટી રામપરગામે ગયા હતા. ત્‍યાંથી પરત સાસરીયામાં જતા પતિ અને સાસુ એ પોતાની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી ઘરમાંથી કાઢી મુકતા ૧૮૧માં ફોન કરી પોલીસની ગાડી બોલાવી પોલીસની ગાડીમાં સીંધાવદર સુધી ગયા બાદ ત્‍યાંથી પોતાના ભાઇ સાથે રાજકોટ માવતરે આવ્‍યા બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્‍સ કે. આર. ચુડાસમાએ તપાસ હાથધરી છે

(11:54 AM IST)