તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
આગામી બજેટ શેરબજારને ફળશેઃ રાહતોનો વરસાદ થશે
પેટ્રોલ-ડીઝલનો સમાવેશ જી.એસ.ટી.માં થશે તો શેરબજારની તેજીને કોઇ રોકી શકશે નહીં: શેરબજારમાં ટેક્સનું ભારણ ઘટવાની પુરેપુરી શકયતા

રાજકોટ,તા. ૧૨: ટૂંકા ગાળામાં જ સંસદ નુ સત્ર બોલાવવામાં આવવાની શક્યતા છે.સત્ર દરમિયાન બજેટ રજૂ થશે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી નવા પ્રધાનમંડળની રચના પણ થઈ ગઈ છે. ફરી નાણામંત્રી તરીકે શ્રી નિર્મલાબેન સીતારામન ની નિમણુંક પણ થઈ ગઈ છે. હવે ફક્ત અને ફક્ત બજેટની રાહ જોવાઇ રહી છે.
આવનારા દિવસોમાં બજેટ સત્ર શરૂ થશે. આ દરમિયાન જે રીતે રાજકીય સમીકરણ છે તે જોતા બજેટ સરળ અને કોઈ પણ પ્રકારના નવા કરવેરા વગરનું આવવાની શક્યતાઓ છે.
ઉપરાંત ઘણા લાંબા સમયથી એક માંગ છે કે પેટ્રોલ ડીઝલનો સમાવેશ જી.એસ.ટી ના દાયરામાં કેમ નહીં? તો આ માંગ પૂરી થઈ શકે તેવી શક્યતાઓ છે. શ્રી હરદીપ પૂરી તરફથી પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે પેટ્રોલ ડીઝલને જી.એસ.ટીના દાયરામાં લેવામાં આવે. જો આ વાત શક્ય બને તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા ઘટી શકે છે અને જો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તો મોંઘવારી ઘણી ઘટી જાય અને સરવાળે લોકોને ફાયદો થાય. બચતમાં વધારો થાય અને કોર્પોરેટ કંપનીના પરિણામો પણ સારા આવે. નફામાં વૃદ્ધિ થાય અને શેરબજારની તેજીને વેગ મળે.
બીજી શક્યતા એ પણ છે કે એસ.ટી.ટી માં ઘટાડો થાય અથવા કેપિટલ ગેઇન ટેક્સ માં પણ ઘટાડો થાય તો રોકાણકારો ને ટેક્સ નું ભારણ ઘટે. આવી દરેક પરિસ્થિતિમાં શેરબજારમાં ઉછાળો જોવા મળી શકે છે.
શેરબજારના નિષ્ણાંત શ્રી પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર આ વખતનું બજેટ રાહતો થી ભરપુર હશે.નવા કરવેરા ની કોઈ જ ગુંજાઇશ નથી.દરેક વર્ગને રાહત મળશે. શેરબજાર માટેના નિયમો હળવા થશે.કરવેરાઓમાંથી રાહત મળશે.શેરબજાર નવા નવા શીખરો સર કરશે.
(12:01 PM IST)










