તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
દૂધસાગર હાઉસીંગ બોર્ડના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવાની વિચારણા
ભાજપ અને કોર્પોરેશનના પદાધિકારીઓને સરકારનો સાનુકુળ પ્રતિભાવ : જર્જરિત આવાસનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી કોર્પોરેશન ખાલી કવાટર્સ રહેવા આપે તેવી શકયતા

રાજકોટ તા. ૧ર :.. શહેરના દૂધસાગર હાઉસીંગ બોર્ડ સહિતના પ્રશ્ને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી માધવ દવે તથા મનપાના પદાધિકારીઓ મેયર નયનાબેન, ડે. મેયર નરેન્દ્રસિંહ, સ્ટે. ચેરમેન જયમીન ઠાકર અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇની ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજકોટના વિવિધ પ્રશ્નો ફાયર સેફટી અંગે સીલ મારવાની કાર્યવાહી તથા દૂધસાગર રોડ સ્થિત હાઉસીંગ બોર્ડના કવાર્ટરો ખાલી કરવાના મુદ્્ે મુખ્યમંત્રી પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.
શહેરની હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને હાલ ચોમાસુ નજીક હોય માનવતાના ધોરણે આશ્રય માટે રજૂઆત કરાઇ હતી. જે અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારના સંબધિત વિભાગ દ્વારા વૈકલ્પીક આવાસ આપવાની વિચારણા કરવામાં આવી શકે છે. ઉપરાંત મનપાના પદાધિકારીઓ દ્વારા પણ વૈકલ્પીક વ્યવસ્થાના ભાગરૂપે કોર્પોરેશનના ખાલી કવાર્ટસ અસરગ્રસ્તોને રહેવા આપવા સરકારને જણાવ્યું હતું.
ભાજપના શાસકો દ્વરા હાઉસીંગ બોર્ડ મુદ્્ે કરાયેલ રજૂઆતનો હકારાત્મક પ્રતીભાવ સાંપડયો હોવાનું પણ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે સરકાર અને તંત્રના નિર્ણય પર હાઉસીંગ બોર્ડના રહેવાસીઓ મીટ માંડીને બેઠા છે.
(3:05 PM IST)










