તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદમાં મોડલીંગ કરવાની લાલચ આપી તબીબી છાત્રા સાથે રૂા. ર૦ હજારની છેતરપીંડી
મનહર પ્લોટમાં રહેતી યુવતિની ફરિયાદઃ અમદાવાદના જયવીર નામના શખ્સે એડવર્ટાઇઝ માટે ગર્લ્સની જરૂર છે, એક દિવસના રૂા. ૬ હજારની લાલચ આપી હતીઃ એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧રઃ મંગળા રોડ પર મનહર પ્લોટ વિસ્તારમાં રહેતી તબીબી છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત કરી મોડલીંગ કરવાનીફ અને એક દિવસના રૂા. ૬ હજાર આપવાની લાલચ આપી અમદાવાદના શખ્સે રૂા. ર૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મનહર પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં જયવીર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરે છે. નવેક મહિના પહેલા પોતે પોતાના ઘરે હતી ત્યારે પોતે પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટા ગ્રામમાં ટાઇટલ ઓફ ગુજરાત નામની આઇ.ડી.ને ફોલો કર્યા બાદ આ આઇ.ડી.માં પોતે રેગ્યુલર સ્ટોરી જોતી હતી. તા. ૩/૧૦/ર૩ના રોજ પોતે આ આઇ.ડી.માં એક સ્ટોરી જોતા તેમાં અમદાવાદ ખાતે એડવર્ટાઇઝ માટે ગર્લ્સની જરૂરત હોઇ અને એક દિવસના રૂા. ૬ હજાર રૂપિયા પગાર તેમજ રહેવા જમવાની તથા ટ્રાવેલની સુવિધા આપશે.' તેવું લખેલું હતું. આ સ્ટોરીમાં એક મોબાઇલ નંબર આપેલો હતો. પોતાને મોડલીંગ કરવાનો શોખ હોઇ, જેથી પોતે પોતાના મોબાઇલમાં વ્હોટએપમાં પોતાના ફોટા મોકલ્યા હતા. બાદ તા. ૪/૧૦/ર૩ના રોજ પોતાના વ્હોટસમાં સામેથી મેસેજ આવ્યો હતો અને પોતાને કોલ કરવાનું કહેલ જેથી પોતે તે મોબાઇલ નંબરમાં ફોન કરી પોતે તેનું નામ પુછતા તેણે તેનું નામ જયવીર હોવાનું જણાવ્યું હતું. અને આ એડવર્ટાઇઝર માટેના નિયમ બાબતે બંને વચ્ચે ફોનમાં ચર્ચા થઇ હતી અને પોતાની નાની બહેનને પણ એડવર્ટાઇઝર તરીકે જયું હોઇ જેથી જયવીરને વાત કરતા તેણે એક વ્યકતીના રૂા. ૧૦,૦૦૦ ડીપોઝીટ પેટે આપવા પડશે તુેથી બંને બહેનોના રૂા. ર૦ હજાર આપવા પડશે અને તમે નોકરી પર જોઇનીંગ કરશો ત્યારે ડીપોઝીટ પરત આપવામાં આવશે તેમ વાત કરી હતી અને બાદ તા. પ/૧૦/ર૩ના રોજ પોતે આ જયવીરને ફોન કરી ડીપોઝીટ માટે કયુઆર કોર્ડ મોકલવાનું કહેતા જવીરે તેનું કયુઆર કોર્ડ મોકલતા પોતે તેમાં રૂા. ર૦ હજાર આ જયવીરના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા બાદ તેને ફોન કરી ‘અમારે કયારે આવવું છે તેમ પૂછતા આ જયવીરે કહેલ કે ‘તમને આવવાનું હશે તેના એક અઠવાડીયા પહેલા જાણ કરવામાં આવશે.' તેમ કહ્યું હતું.
બાદ પોતે જયવીરને ફોન કરતા તે અલગ-અલગ તારીખો આપતો હોઇ, તેથી પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે પોલીસની એનસીઆરપી પોર્ટલ ૧૯૩૦ ઉપર તા. ૧પ/૪ના રોજ ઓનલાઇન અરજી કરી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસે યુવતીની ફરિયાદ પરથી અમદાવાદના જયવીર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(3:05 PM IST)










