<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

ત્રણ વર્ષની રિલેશનશીપ બાદ યુવતિએ લગ્નની ના પાડી ધમકી દીધીઃ મુંજકાના ધર્મેશે ગળાફાંસો ખાધો

પરિવારજનો જોઇ જતાં બચી ગયોઃ યુવતિએ રિલેશન ખતમ કરતાં ધર્મેશે અત્‍યાર સુધી આપેલા નાણા પાછા માંગતા યુવતિએ સગા મારફત ફોન કરાવી ધમકી દેતાં પગલુ ભર્યાનું પિતાનું કથન

રાજકોટ તા. ૧૨: યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામમાં પરિશ્રમ સોસાયટીમાં રહેતાં ધર્મેશ ગુલાબભાઇ રાઠોડ (ઉ.વ.૧૯) નામના યુવાને રાતે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં તુરત જ જીવ બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. ઇન્‍સ્‍ટાગ્રામથી ફ્રેન્‍ડ બન્‍યા બાદ બંને પ્રેમમાં પડયા હતાં અને લગ્નની વાત ચાલતી હતી. પણ હવે યુવતિએ સંબંધ તોડી નાખી પરિચીત મારફત ધમકી અપાવતાં તેણે આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

ધર્મેશ બે બહેન અને એક ભાઇમાં નાનો છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. તેના પિતા રિક્ષાચાલક છે. ધર્મેશના પિતાએ કહ્યું હતું કે ધર્મેશને ત્રણેક વર્ષથી ઇન્‍સ્‍ટાગ્રામ પર રિધ્‍ધી નામની એક યુવતિ સાથે સંપર્ક થયા બાદ બંને વચ્‍ચે મિત્રતા થઇ હતી અને પછી પ્રેમ થતાં લ ગ્ન કરવાની વાત પણ ચાલતી હતી. પરંતુ હવે યુવતિએ રિલેશનશીપ ખતમ કરવાની વાત કરતાં ધર્મેશે અત્‍યાર સુધીમાં એંસી હજાર જેવી રકમ આ યુવતિને આપી હતી તે રકમ પાછી માંગતા અને મહિલા પોલીસમાં જાણ કરતાં આ યુવતિએ ફોન મારફત પોતે રકમ ચુકવી દેશે તેવી વાત કરી હતી. પરંતુ બાદમાં બીજા કોઇ મારફત ફોન કરાવી હવે રકમ નથી આપવી તેમ કહી મારા પુત્રને ધમકી આપતાં તેણે આ પગલુ ભર્યુ હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:33 PM IST)