News of Wednesday, 12th June 2024
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ દ્વારા બાજ ખેડાવાળ બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ છે.જેમાં બે દિવસથી રાહત દરે ચોપડા વિતરણનો અદભુત ઘસારો રહેલ. જ્ઞાતિના વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં રાહત દરે ચોપડાનો લાભ લીધેલ છે. હાલમાં ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ ખાતે જ્ઞાતિની વાડીએ બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ ચાલુ છે. જ્ઞાતિજનોએ સાંજે ૬ થી ૭.૩૦ સુધી સંપર્ક કરવા જણાવાયું છે. વિદ્યાર્થીના વાલી ગીરીશભાઈ મહેતાને ૅઅકિલૉના સિનિયર પત્રકાર અને બાજ ખેડાવાળ જ્ઞાતિના યુવા જ્ઞાતિ સેવક કાર્યકર તુષારભાઈ એમ. ભટ્ટ ચોપડાનું વિતરણ કરતા તસ્વીરમા નજરે પડે છે
(3:26 PM IST)










