તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
સુકા-ભીના કચરા અલગ-અલગ રાખવાઃ મનપા દ્વારા તાલીમ

રાજકોટઃ ‘નિર્મળ ગુજરાત ૨.૦' અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસીડેન્સીયલ વેલ્ફેર એસોસિએશન (RWA) અને હાઉસિંગ કોલોનીમાં સ્વ-સહાય જૂથના બહેનો દ્રારા કચરાના વર્ગીકરણ અંગે તાલીમ આપવામાં આવે છે. જેમાં શહેરનાં ૭૫ રેસીડેન્સીયલ વેલ્ફેર એસોસિએશન (RWA) અને હાઉસિંગ કોલોનીમાં સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા કચરાના વર્ગીકરણ અંગે તાલીમ આપવામાં આવી.આ કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર,સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:30 PM IST)










