તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જૂની કલેકટર કચેરીમાં ફરી દલાલોના ધામાઃ બેફામ નાણા પડાવે છેઃ પૂરવઠાની કચેરીમાં કાર્ડ માટે લાંબી લાઇનો

રાજકોટઃ જૂની કલેકટર કચેરીમાં રેશનીંગ કાર્ડ-વિવિધ દાખલા કઢાવવા આવતા લોકો ફરી લૂંટાઇ રહ્યા છે, ફરી બની બેઠેલા દલાલો ફોર્મ-દાખલા અપાવવાના નાણા પડાવતા હોવાની લોકોમાં ભારે બૂમો ઉઠી છે, અહિં ત્રણ પ્રાંત-બે મામલતદારની કચેરી છે છતાં દલાલો બેફામ છે...કોઇ અધીકારી લાલ આંખ કરતું નથી, પરીણામે લાયસન્સ વગરના એજન્ટોએ ફરી અડ્ડો જમાવી દીધો છેઃ દરમિયાન પુરવઠાની ઝોનલ કચેરીમાં રેશનીંગ કાર્ડની કામગીરી માટે લાંબી લાઇનો લાગી રહી છે, ઝ્રલ્બ્ દ્વારા વધુ સ્ટાફ મૂકાય, પાણી-છાંયડાની વ્યવસ્થા કરાય તેવી માંગણી છે, ઝોનલ કચેરીનો અમૂક સ્ટાફ ભારે તોછડાઇ દાખવતો હોવાની ફરિયાદ છે.
(5:23 PM IST)










