<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

૧૧૩ દુકાનદારો પાસેથી ૨૨ કિલો પ્લાસ્ટિક જપ્ત

જાહેરમાં ગંદકી કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરનારને ૪૦ હજારનો દંડ

રાજકોટ,તા. ૧૧: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.૧૧ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૧૩૩ આસામીઓ પાસેથી ૨૧.૯૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૩૯૬૩૪નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૭ આસામીઓ પાસેથી ૧૬.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકઙ્ગ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૧૬૭૫૦ નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઙ્ગવેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૪૨ આસામીઓ પાસેથી ૪.૪૬ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકઙ્ગ જપ્ત કરી તથા ગંદકી કરતા પાસેથી રૂ ૧૨૧૦૦ નોવહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૩૪આસામીઓ પાસેથી ૧.૦૬૫કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા પાસેથીરૂ.૧૦૭૮૪નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,ઙ્ગસેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:49 PM IST)