તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
આગ દુર્ઘટનાને ધ્યાને લઇ ઉમા જયંતીની સાદગીપૂર્ણ ઉજવણીઃ શુક્રવારે રકતદાન કેમ્પ

રાજકોટ તા. ૧૨: કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે હર વર્ષે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મા ઉમિયાના રથ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી, લોક ડાયરાનો કાર્યક્રમ યોજાય છે. પરંતુ રાજકોટમાં બનેલ દુભાગ્યપૂર્ણ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને ધ્યાને રાખી ઉમિયા પદયાત્રીક દ્રારા મા ઉમિયાની ૨૩ મી ઉમા જયંતીની સંસ્થા દ્રારા સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટના પશુપતિનાથ મંદિરેથી મા ઉમિયાના રથમાં જયોત લઈને અંબીકા ટાઉનશીપમાં સોમનાથદાદા ના મંદિર ખાતે સંસ્થાના સભ્યો તથા પરિવારજનોની ઉપસ્થિતીમાં માતાજી પૂજન અર્ચન તથા આરતી કરી ઉમાજયંતીની સાદગી થી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉમાજયંતીના પ્રસંગે સંસ્થાના હોદેદારો, સભ્યો તથા ભાવીકોએ બે મીનીટનો મૌન પાળી ટીઆરપી દુર્ઘટનાના સદગતોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માને શ્રધ્ધાંજલી પાઠવવા તા. ૧૪ ના શુક્રવારે સર્વ જ્ઞાતી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારે ૮ થી ૧૨ દરમ્યાન ઉમાભવન, જે.કે.ચોક, રાજકોટ ખાતે કરવામાં આવ્યુ છે. સંસ્થાના સભ્યો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રકતદાન કરવા સર્વે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ બરોચિયા, મંત્રી પિનલભાઈ ટીલવા, સહમંત્રી કનકભાઈ મેંદપરા, ખજાનચી નિલેષ હિંશુ, સહ ખજાનચી મોહનભાઈ ફળદુ, સહીતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
(4:55 PM IST)










