તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
આજથી જ RTO - ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટ
સહિત રાજ્યભરમાં સ્કૂલ વાન-રીક્ષાઓમાં સઘન ચેકીંગ ફાયર સેફટી - પરમીટ - વાહનની ક્ષમતા સહિતના મુદ્દે તપાસ : નિયમોનો ભંગ જણાશે તો વાહનો જપ્ત કરાશે

રાજકોટ તા. ૧૩ : આજથી ગુરૂવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસથી જ સ્કૂલ વર્ધીના વાહનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે, સ્કૂલ વર્ધીના વાહનોમાં બાળકોની સુરક્ષાને લઇ ફાયર સેફટી, પરમીટ, વાહનની ક્ષમતા જેટલા બાળકો સહિતના મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવશે. જો, ચકાસણી દરમિયાન સ્કૂલ વર્ધીના વાહનોમાં નિયમોનો ભંગ થતો હોવાનું જણાશે તો વાહનો જપ્ત કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલોમાં પણ ફાયર સેફટીને લઇને તપાસ કરવામાં આવી હતી. સ્કૂલો શરૂ થાય તે પહેલા તમામ સ્કૂલ વર્ધીના વાહનોને પરમીટ, ફાયર સેફટીની સુવિધા તથા અન્ય તમામ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવતું હોવાનું ચેક કરી લેવા માટે જણાવાયું હતું.
પ્રથમ દિવસથી જ સ્કુલ વર્ધીના વાહનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ટ્રાફિક પોલીસ તથા આરટીઓની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં સ્કૂલ વર્ધીના વાહનોમાં બાળકોની સલામતીની ચકાસણીની જવાબદારી શાળા સંચાલકોને સોંપવામાં આવી હોવાથી સ્કૂલ સંચાલકો દ્વારા પણ વાહનોની તપાસ કરવામાં આવશે.
જો કે વાહનોની પરમીટમાં સમય લાગે તેમ હોવાથી એસો. દ્વારા બેથી ત્રણ માસ માટે રાહત આપવા માટે પણ માગ કરી છે
(11:40 AM IST)










