તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
રાજકોટ જેલમાંથી હત્યાના ગુનામાં આજીવન સજા પામેલા કેદીને જેલમુક્તિ
સારી વર્તુણકને ધ્યાને લઇ ગૃહ વિભાગના આદેશથી કાર્યવાહીઃ મીઠુ મોઢુ કરાવી ધાર્મિક પુસ્તક, પોસ્ટ બચતની પાસબૂક અપાઇઃ પીઆઇ ઝાલા, પીઆઇ પરમારે પુનઃ સ્થાપિત થવા શુભેચ્છા આપી

રાજકોટઃ આજીવન કેદની સજા પામેલા હોય અને સજાના ૧૪ વર્ષ પુરા કરી લીધા હોય તેમજ જેની જેલમાં સારી વર્તુણક હોય તેવા કેદીઓને વહેલી તકે માફી મળે તે માટે જેલવડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા હકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગૃહ વિભાગના અદોશ અનુસાર રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનાની આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નાજાભાઇ જેઠાભાઇ કોડીયાતરને ગઇકાલે શરતોને આધીન કાયમી જેલમુક્તિ આપવામાં આવી હતી. આ પાકા કેદીને સી.આર.પી.સી-૪૩૨ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુક્તિ અંગે થયેલ હુકમની અમલવારી કરી કાયમી જેલમાંથી મુક્ત કરેલ છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલ છે તથા તેઓને મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોસ્ટની પાસ બૂક તથા ખાતામાં જમા થયેલી રકમ આપી સમાજમાં પુનઃસ્થાપિત થવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં રાજકોટ સેન્ટ્રલ જેલના પી.આઈ. એમ.આર. ઝાલા, પી.આઈ. બી.બી.પરમાર, જેલર વી.એસ પારગી તથા સ્ટાફના હરેશભાઈ તથા જયેશભાઇએ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ એ. પી. જાડેજાની રાહબરીમાં કામગીરી કરી હતી.
(11:43 AM IST)










