News of Thursday, 13th June 2024
રાજકોટમાં ૭૦ ગ્રાન્ટેડ સ્કૂલો છે : તેમાંથી ૧૬ શાળાને સીલ છે : શરૂ કરવા મંજૂરી આપો નહી તો શિક્ષણ ઠપ્પ કરાશે
શહેર - જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેકટર - મ્યુ. કમીશનરને આવેદન

રાજકોટ તા. ૧૩ : રાજકોટ શહેર - જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ગઇકાલે રાજકોટ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ૭૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે. જેમાંથી ૧૬ જેટલી શાળાઓને સીલ લાગેલા છે.
આ ગ્રાન્ટેડ શાળાઓ ગરીબ અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપે છે, ત્યારે આ શાળાઓ બંધ ન થાય તે માટે સરકારની શરતે અને અમારા જોખમે આવતીકાલથી શાળાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માગ છે. અન્યથા અમે ગુજરાતમાં શિક્ષણ ઠપ્પ કરી દઇશું. કારણ કે અમે બાળકને ભણાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
(11:58 AM IST)










